Lok Sabha Election: સાબરકાંઠામાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ, ભાજપ ધારાસભ્ય રમણ વોરા અને પોલીસ સાથે ભારે ધર્ષણ

ADVERTISEMENT

Rupala Controversy
ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ
social share
google news

Rupala Controversy: લોકસભા પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલાનો વિરોધ હવે સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યો છે. એવામાં સાબરકાંઠામાં ક્ષત્રિયોએ પુરુસોત્તમ રૂપાલાના ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડાલી ખાતે તાલુકા ભાજપ ચૂંટણી પ્રચાર કાર્યાલય ઉદ્ઘાટનનો ક્ષત્રિય રાજપૂત સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. ક્ષત્રિયો અને ભાજપના નેતાઓ વચ્ચેનો આ વિરોધ ઝપાઝપીમાં પરિવર્તિત થયો હતો. આ સમયે અહી ભાજપના ધારાસભ્ય રમણ વોરા પણ હજાર જોવા મળ્યા હતા. 

ભાજપ ધારાસભ્યના સાથે ધર્ષણ 

સાબરકાંઠા વડાલી ખાતે તાલુકા ભાજપ ચૂંટણી પ્રચાર કાર્યાલય ઉદ્ઘાટન વખતે  ક્ષત્રિય રાજપૂત સમાજ વિરોધ કરવા જતાં પોલીસે તેને રોક્યા હતા.આ દરમિયાન ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સાથે પણ ક્ષત્રિયો સાથે ઘર્ષણ થયાના દ્રશ્યો પણ જોવા મળે છે. જોકે વડાલી પોલીસ દ્વારા વિરોધ કરવા આવતા પહેલાં એક વ્યક્તિને નજરકેદ કરી લીધો હતો જેથી વિરોધને આગળ વધતો અટકાવી શકાય. આ દરમિયાન નજરકેદ કેમ કર્યાના સવાલ સાથે રૂપાલાનો વિરોધ કરતા કાર્યાલય તરફ દોડી ગયા હતા. સાથે જ 'રૂપાલા હાય હાય' નો સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. રૂપાલાનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે પોલીસે અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ હતી.

ADVERTISEMENT

કોંગ્રેસના રાજેન્દ્રસિંહ કુંપાવત પણ હાજર

વડાલી પોલીસે બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો હોવા છતાં વિરોધીઓ દ્વારા બેરિકેડ હટાવી આક્રમક રીતે વિરોધ કરી સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. આ સમયે વિરોધ પ્રદર્શનમાં ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા પણ ધક્કે ચડયા હતા. બીજી તરફ ક્ષત્રિય સમાજના અને  વડાલીના કોંગ્રેસના રાજેન્દ્રસિંહ કુંપાવત પણ હાજર હતા, જેઓની પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ સાથે બોલચાલી અને ઝપાઝપી થઈ હોવાના વીડિયો સામે આવ્યા હતા.  જોકે હાલ આ મામલો એકદમ શાંત પડી ગયો છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT