Gogamedi Murder Case: કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની હત્યાના પડઘા ગુજરાત સુધી, વડોદરા,સુરત સહિત ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન
Gogamedi Murder Case: કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડી હત્યા મામલે દેશભરમાં કરણીસેના મેદાને પડી છે. આ મામલાના પડઘા હવે ગુજરાતમાં પણ સાંભળ્યા છે. રાજ્યમાં વડોદરા,…
ADVERTISEMENT
Gogamedi Murder Case: કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડી હત્યા મામલે દેશભરમાં કરણીસેના મેદાને પડી છે. આ મામલાના પડઘા હવે ગુજરાતમાં પણ સાંભળ્યા છે. રાજ્યમાં વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં કરણીસેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે.
વડોદરામાં કરણીસેના મેદાને પડી
જયપુરમાં કરણીસેનાના અધ્યક્ષ સુખદેવ ગોગામેડીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી મહેમાનના સ્વાંગમાં આવેલા હત્યારા હોય બેરહમી પૂર્વક ગોળીઓ ધરબી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ મામલામાં વડોદરા કરણીસેના હવે વિરોધના મૂડમાં આવી ગઈ છે કરણી સેના દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને હત્યારા ને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કરણીસેના , રાજપૂત સમાજ , તેમજ વિવિધ સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યું. આગેવાનો દ્વારા હત્યાની ઘટના બની તેવી જ સજા આરોપીઓને આપવા માંગ કરવામાં આવી છે. આ ગેંગ ઘણા સમયથી દેશમાં હત્યાની ઘટનાને અંજામ આપી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. આ આખી ગેંગ નો ખાતમો બોલાવવાની માંગ કરાઇ છે. કરણી સેના દ્વારા ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે તેઓ પણ હુંકાર કરવામાં આવ્યો હતો.
સુરત, રાજકોટ સહિત આવેદનપત્રો આપી ન્યાયની માંગણી
સુરતમાં પણ કરણીસેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને હત્યારાઓને કડક સજા આપવાની માંગ કરી હતી. આ સિવાય રાજકોટમાં કરણીસેનાએ અધ્યક્ષ આશાબા વાઘેલા કહ્યું કે, સુખદેવ સિંહને જીવનું જોખમ હતું તે તેઓ જાણતા હતા અને તેમણે સુરક્ષાની પણ માંગ કરી હતી પરંતુ પોલીસે પૂરતી સુરક્ષા ન આપી. ત્યાર બાદ તેઓ આ ઘટના બાબતે તાત્કાલિક ન્યાયની માંગણી કરી હતી. આ ઘટનાને લઇ આજે બનાસકાંઠામાં દાંતીવાડાનું પાંથાવાડા સજ્જડ બંધ રખાયું હતું. ઉપરાંત તમામ વેપારીઓ અને ક્ષત્રીય સમાજના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT