પોરબંદરમાં પોલીસની લોકોને સમજાવટઃ સ્થળાંતરને લઈને SPએ લોકો સાથે કરી વાત- Video
પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસરને લઈને તંત્ર એલર્ટ છે. અહીં લોકોને સ્થળાંતર માટે ખુદ એસપી દ્વારા સમજાવટ કરવામાં આવી હતી. સાથે જ સાંજે પણ…
ADVERTISEMENT
પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસરને લઈને તંત્ર એલર્ટ છે. અહીં લોકોને સ્થળાંતર માટે ખુદ એસપી દ્વારા સમજાવટ કરવામાં આવી હતી. સાથે જ સાંજે પણ વરસાદી માહોલ વચ્ચે પોલીસે લોકોની વચ્ચે અવરજવર કરી હતી. સ્થાનીક આગેવાનોથી લઈને લોકો સાથે પણ એસપીએ આ વાવાઝોડા અને તેની ભયાનકતાને ધ્યાનમાં રાખી વાતચીત કરી હતી.
પોરબંદરમાં લોકોનું સ્થળાંતર
પોરબંદર જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે વહિવટી તંત્ર દ્રારા સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર શહેર ઉપરાંત દરિયાકાંઠાના ગામોમાં સ્થળાતરની કામગીરી કરવામા આવી છે. કુલ પ૦૦ થી વધુ લોકોનું સ્થાંળતર કરવામાં આવ્યું છે તો સોમવારની મોડી રાત્રીના સુભાષનગર વિસ્તારમાં સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદરના એસપી ડો. રવિ મોહન સૈની સુભાષનગર ખાતે દોડી ગયા હતા અને સ્થાળતરની કામગીરીને લઈ સ્થાનીક આગેવાનો સાથે વાતચીત કરી હતી. ખાસ કરીને જે પરિવારમાં બાળકોને છે તે પરિવારોને સલામત સ્થળે પહોંચી જવા અપીલ કરી હતી. આ સ્થળાંતરની કામગીરી મા સ્થાની યુવાનોની ટીમની પણ મદદ લેવામાં આવી છે.
(ઈનપુટઃ જીતેશ ચૌહાણ, પોરબંદર)
ADVERTISEMENT
ADVERTISEMENT