‘મોદીના પિતાના અવસાનની વાત મળી ત્યારે…’- શું છે આ જુના Videoમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવાર માટે હાલનો સમય દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. તેમના માતા હીરા બા કે જેઓ નાદુરસ્ત તબીયતને લઈને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા તેમના અવસાનના સમાચારથી તેમના હૃદય પર વજ્રઘાત પડી છે. દરમિયાન માતાના અંતિમ સંસ્કાર પછી એક તસવીરો અને વીડિયો ફરતા થયા તેમાં નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં હાજર હતા. વીડિયો કોન્ફરન્સથી જ ભલે પણ તેઓની હાજરીએ સહુને ચોંકાવી દીધા હતા. કારણ કે હજુતો ચિતાના અંગારા પણ ઠર્યા ન હતા કે તેઓ ફરી કામે લાગી ગયા હોવાનું સામે આવી રહ્યું હતું. દરમિયાન વધુ એક વીડિયો સામે આવ્યો જેમાં તેમના પિતાના અવસાન વખતે પણ તેઓ પોતાની પુત્ર તરીકેની ફરજ નિભાવી તુરંત કામે પણ લાગી ગયા હોવાનું એક વ્યક્તિ કહી રહ્યા છે. જુઓ આ વીડિયો…

રિષભ પંતને તરફડિયા મારતો મૂકી લોકો રૂપિયા લૂંટતા રહ્યા? અટકળો થઈ વેગવંતી…

PM મોદીના માતા હીરા બાનું શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. મંગળવારે સાંજે શ્વાસ લેવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હીરા બા 99 વર્ષના હતા. આ વર્ષે 18 જૂને જ તેમણે 99મો જન્મદિવસ ઉજવ્યો હતો અને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. જોકે આટલી ઉંમરે પણ તેઓ સ્વસ્થ રહેતા હતા અને પોતાના તમામ કાર્યો જાતે જ કરતા હતા.

ADVERTISEMENT

મહંત સ્વામીએ શું લખ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહંત સ્વામીએ પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે મહંત સ્વામીને પણ તબીયત સારી રહેતી ન હોવાને કારણે બોલવા સહિત સામાન્ય કામગીરીઓમાં તકલીફો પડી રહી છે ત્યારે લખવું તેમના માટે એટલું સરળ નહીં હોય તેવો અંદાજ આપણે મહંત સ્વામીએ લખેલા પત્ર પરથી લગાવી શકીએ છીએ. તેમણે લખેલા પત્રમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે સમાચાર મળ્યા કે આપના માતા દેવલોક પામ્યા છે. તેઓની આત્માને શાંતિ મળે અને આપને આ દુઃખ સહન કરવાનું બળ મળે તે માટે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાથના કરી છે. કેશવજીવન દાસના ઘણા જ હૃદયપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ…

ખેડાઃ કપડવંજમાં એક જ પરિવારના 4 સભ્યો સામુહીક આત્મહત્યા કરવા કેનાલમાં કુદયા

વેપારીઓએ શું જાહેર કર્યું
વેપારીઓએ અહીના બજાર પાસે એક બોર્ડ પર નોંધ લખીને બજાર બંધની જાહેરાત કરી હતી. વડનગર વેપારી એસોશિએશને લખ્યું હતું કે, વડનગરના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું શતાયુ વર્ષમાં અવસાન થયું છે. સમગ્ર નગરજનો ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવે છે. વડનગરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શુક્ર-શની અને રવિવાર એમ ત્રણ દિવસ સુધી સ્વયંભૂ બંધ રાખવા વિનંતી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT