પ્રી-વેડિંગ શૂટ કરાવનાર યુગલોને સમુહલગ્નમાં સ્થાન નહીં, પાટણમાં પાટીદાર સમાજનો મોટો નિર્ણય

ADVERTISEMENT

Patan Patidar Community
Patan Patidar Community
social share
google news

Patan Patidar Community: પાટીદાર સમાજે વર્ષો જૂના કુરિવાજોને બદલવા માયે કમર કસી છે. પાટણમાં 42 લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા સમુહ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ પર અંકુશ માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ પ્રી-વેડિંગ કરાવનારા યુગલોને સમુહલગ્નમાં સ્થાન નહીં આપવામાં આવે.  

આ પણ વાંચો: Ahmedabad: હવે બાળકોએ આકરા તાપમાં સ્કૂલે નહીં જવું પડે, AMCએ 425 શાળાઓનો સમય બદલ્યો

સમુહલગ્ન માટે પાટીદારોએ બનાવ્યો નિયમ

પાટણમાં બેતાલીસ લેઉઆ પાટીદાર યુવા મંડળના નવા કાર્યાલયના ઉદ્ઘાટનમાં સમુહ લગ્ન માટે મુહૂર્ત જોવામાં આવ્યું હતું. જેને 17 નવેમ્બર 2024ના રોજ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે લગ્ન દરમિયાન ખોટા ખર્ચાઓને બંધ કરવામાટે પ્રી-વેડિંગ કરનારા યુગલોને આ સમુહલગ્નમાં સ્થાન ન આપવાનો નિર્ણય મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. સમુહ લગ્ન માટેની નોંધણીનો પ્રારંભ 2 એપ્રિલથી શરૂ કરાયો છે અને તે 30 સપ્ટેમ્બર સુધી કરાવી શકાશે. 

આ પણ વાંચો: IPL વચ્ચે BCCI એ બોલાવી મહત્વપૂર્ણ બેઠક, તમામ ટીમોના માલિકોને અમદાવાદ પહોંચવા સૂચના

સમુહલગ્નમાં સરકારી યોજનાઓનો લાભ મળશે

આ કાર્યક્રમમાં સમુહલગ્નમાં ભેટ આપનારા દાતાઓનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સમુહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાનારા યુગલોને 80 જેટલી વસ્તુઓ ભેટમાં આપવામાં આવશે. સાથે લગ્નનું સર્ટિફિકેટ, સમુહલગ્ન સાત ફેરા યોજના, કુંવરબાઈનું મામેરું યોજનાનો પણ લાભ આપવામાં આવશે. ઉપરાંત માતા કે પિતા ન હોય તેવી દીકરાઓના લગ્ન આ સમુહલગ્નમાં કરવામાં આવશે તો તેમને આર્થિક પ્રોત્સાહન પણ આપવાનો નિર્ણય લેવાયો છે.  

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT