ભાવનગરમાં રૂપાલાનો ભારે વિરોધ, ભાજપના યુવા મોરચાના અધ્યક્ષે ચાલુ સભાએ આપ્યું રાજીનામું
આજે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ભારે વિરોધ વચ્ચે તેમનું નામાંકન પત્ર ફરી દીધું છે. રાજકોટમાં શક્તિપ્રદર્શન સાથે ક્ષત્રિયોને અપીલ પણ કરી હતી કે, અમને ક્ષત્રિય સમાજની જરૂર છે. તો એવામાં બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ યથવત છે
ADVERTISEMENT
Parshottam Rupala Controversy: આજે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ભારે વિરોધ વચ્ચે તેમનું નામાંકન પત્ર ફરી દીધું છે. રાજકોટમાં શક્તિપ્રદર્શન સાથે ક્ષત્રિયોને અપીલ પણ કરી હતી કે, અમને ક્ષત્રિય સમાજની જરૂર છે. તો એવામાં બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ યથવત છે. ક્ષત્રિય સમાજે આંદોલનના પાર્ટ-2ને લઈને ચીમકી પણ આપી છે. આ વચ્ચે આજે ભાવનગરમાં ભાજપના લોકસભાના ચૂંટણી માટેના ઉમેદવાર નિમુબેનની સભામાં હોબાળો થયો હતો. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી રૂપાલા પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો.
'મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે ગદ્દારી નહીં કરું', સરકાર સાથે બેઠક બાદ પી.ટી જાડેજાનું નિવેદન
નિમુબેનની સભામાં રૂપાલાનો વિરોધ
આજે ભાવનગરના ઉમેદવાર (Bhavnagar News) નિમુબેન બાંભણિયા ઉમેદવારી ફૉર્મ ભરવા પહોંચ્યા હતા.નીમુબેન પોતાના ઘરે મંદિરના દર્શન અને પૂજા પાઠ કરી સભા સ્થળે જવા રવાના થયા હતા. નિમુબેનની સાથે ભાજપના શહેર પ્રમુખ સહિતના લોકો જોડાયા હતા. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા એ.વી સ્કૂલના મેદાનમાં સભા યોજી હતી પરંતુ આ સભામાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો હતો અને આ દરમિયાન ક્ષત્રિય યુવાનનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. સભા દરમિયાન એક બાજુ મનસુખભાઈની સ્પીચ શરૂ હતી અને બીજી બાજુ ભારે હોબાળો થયો એટલું જ નહીં તળાજા તાલુકાના ભાજપના યુવા મોરસાના અધ્યક્ષ અને ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર ચડી જઈ તેમનું રાજીનામુ જિલ્લા પ્રમુખને આપ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT