'નારીશક્તિના અપમાન બદલ ક્ષમાને અવકાશ જ નથી', ઝાલાવાડના 7 રાજવીઓનું ક્ષત્રિયોને ખુલ્લુ સમર્થન
Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ યથાવત છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
રુપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત
ત્રણ વખત માફી માંગી હોવા છતાં આક્રોશ
ઝાલાવાડના રાજવીઓએ ક્ષત્રિયોને આપ્યું સમર્થન
Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ યથાવત છે. પરસોત્તમ રૂપાલા દ્વારા ત્રણ વખત માફી માંગવામાં આવી છતાં હજુ પણ તેમની એક જ માંગ છે કે તેમની ઉમેદવારી રદ કરવામાં આવે. ત્યારે આ વચ્ચે હવે ઝાલાવાડના 7 રાજવીએ ક્ષત્રિયોને ખુલ્લું સમર્થન આપતો પત્ર પાઠવતા ગરમાવો આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, ક્ષાત્ર-રાજધર્મ પ્રમાણે નારી શક્તિના અપમાનને માફી નહીં પણ દંડ જ યોગ્ય છે.
ક્ષત્રિયોને 7 રાજવીનું ખુલ્લુ સમર્થન
ઝાલાવાડના સાત રાજવી પરિવારે ક્ષત્રિયોની સ્વાભિમાનની લડાઈને પત્ર દ્વારા ખુલ્લુ સમર્થન પાઠવતો સમર્થનપત્ર વાયરલ થતાં રાજકીય ગરમાવો દેખાઈ રહ્યો છે. ક્ષત્રિયોની વધારે વસ્તી અને સમર્થકોના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો વિરોધ અને રાજવી પરિવાર હાલ આપેલા ખુલ્લા સમર્થનથી નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
અપમાન બદલ ક્ષમાને અવકાશ જ નથી: રાજવી
આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રાજા રામ અને પૂર્ણ પૂરૂષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાને પણ નારીશક્તિના અપમાન બદલ ક્ષમા નહીં પણ દંડ આપેલ. ઈતિહાસમાં પણ કોઈપણ સમાજની દીકરી હોય એના સ્વામાનને આબરૂની રક્ષા માટે ક્ષત્રિયોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે, પણ માફી નહીં. ક્ષાત્રધર્મ અને રાજધર્મ પ્રમાણે પણ નારીશક્તિના અપમાન બદલ ક્ષમાને અવકાશ જ નથી. દંડ જ યોગ્ય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Lok Sabha Election: વિવાદ વચ્ચે રૂપાલા ચૂંટણી લડવા મક્કમ, આ તારીખે ભરશે ઉમેદવારી ફોર્મ
'રૂપાલાની ઉમેદવારી રદ કરવી જરૂરી'
પત્રમાં લખ્યું છે કે, જ્યારે રાષ્ટ્ર અને પ્રજાનું નેતૃત્વ કરતા રાજનેતા જ આ ગુનો આચરે ત્યારે સરકાર પ્રત્યેનો પ્રજાનો વિશ્વાસ જાળવવા આવા વ્યક્તિના હાથમાં પ્રજાનું નેતૃત્વ જાય નહીં તે માટે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવી જરૂર છે.
આ પણ વાંચોઃ 'ક્ષાત્ર ધર્મ યુગે યુગે', રૂપાલા સામે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં, ઠેર-ઠેર લાગ્યા બેનરો
ADVERTISEMENT
કયા કયા રાજવીએ આપ્યું સમર્થન
મહારાજ રાજશ્રી ડો.જયસિંહજી ઝાલા ધ્રાંગધ્રા, ઠાકોર સાહેબ જયદીપસિંહજી ઝાલા લીંબડી, ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી ઝાલા વઢવાણ, ઠાકોર બલભદ્રસિંહજી ઝાલા લખતર, ઠાકોર જીતેન્દ્રસિંહજી પરમાર મુળી, ઠાકોર કૃષ્ણકુમારસિંહજી ઝાલા ચુડા, ઠાકોર સોમરાજસિંહજી ઝાલા સાયલા.
ADVERTISEMENT
ADVERTISEMENT