વડોદરાઃ ચીની ભેજાબાજોની ઓનલાઈન લોનના ચક્કરમાં ફસાયા, ન્યુડ ફોટો મોકલી કર્યા પરેશાન
દિગ્વિજય પાઠક.વડોદરાઃ વડોદરા સાયબર ક્રાઇમે ચીનથી ઇન્સ્ટન્ટ લોન અને ઇન્વેન્સમેન્ટના ઓથા હેઠળ ચાલતા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો સ્થાનિક કક્ષાએથી સંડોવણીનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં અત્યાર સુધી…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક.વડોદરાઃ વડોદરા સાયબર ક્રાઇમે ચીનથી ઇન્સ્ટન્ટ લોન અને ઇન્વેન્સમેન્ટના ઓથા હેઠળ ચાલતા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો સ્થાનિક કક્ષાએથી સંડોવણીનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં અત્યાર સુધી 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. તમામે ભેગા મળીને 10 શેલ કંપનીઓ (બોગસ કંપનીઓ) બનાવીને લોકોને છેતરવાનો ધંધો કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ ભેજાબાજો પર કાયદાનો સકંજો કસ્યો છે.
એડિટ કરેલા ન્યુડ ફોટો મોકલ્યા
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં તાજેતરમાં જિતેન્દ્રકુમાર ચૌઘરીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓએ અલગ અલગ Small Credit – Buddy Cash અને Lightning Rupee – Secure Loan ની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં લોન પેટે Small Credit – Buddy Cash એપ્લીકેશનમાંથી Gold, Money, Dual Cash, New Credit, Tara Rupee, Family Loan થી રૂ. 2.64 લાખ લીધા હતા. ત્યાર બાદ લોન રિકવર કરવા માટે ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ પર તેઓના એડિટ કરેલા ન્યુડ ફોટો મોકલી તેઓને પરેશાન કરવામાં આવતા હતા. ઓક્ટોબર 2022 થી જાન્યુઆરી 2023 સુધીમાં અલગ અલગ UPI આઇડીથી લોનના વ્યાજ સાથે કુલ રૂ. 7.29 લાખ ભર્યા છતાં બ્લેક મેલ કરવાનું ચાલુ હતું.
‘આ માત્ર શરૂઆત છે, અંત હજુ બાકી છે’, કોર્ટમાં જતા પહેલા યુવરાજસિંહ જાડેજાએ આપ્યું મોટું
જરૂરિયાતમંદોને બનાવતા શિકાર
આ અંગે તેઓએ આપેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા સાંપડી છે. વડોદરા, સંખેડામાં નોંધાયેલી 10 બોગસ ફર્મ પણ પકડી પાડવામાં આવી છે. જે પૈકી મોટાભાગની વડોદરામાં રજીસ્ટર્ડ થઇ છે. આ કેસમાં પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેઓ ઇન્ટરનેશનલ રેકેટ સાથે સંકળાયેલા છે. ચીની ભેજાબાજોના સંપર્કમાં રહી આ લોકો જરૂરિયાતમંદ લોકોને શિકાર બનાવી તેઓને લોન આપી બ્લેક મેઈલ કરવાનું કામ કરતા હતા. હાલ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં ઉમંગ ભૂપેન્દ્રભાઇ પટેલ, શોએબ મોહંમદ પટેલ, અહમદુલ્લાહ ઇબ્રાહીમ ચોક્સી, નિતીન શિવરામભાઇ પટેલ અને અમિત અરવિંદ ગોયલની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT