New Parliament News: નરહરી અમીન ફોટો સેશનમાં થઈ ગયા બેભાન
New Parliament: ભાજપના સાંસદ નરહરી અમીન સંસદસભ્યોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન બેહોશ થઈ ગયા હતા. તે હવે સ્વસ્થ થઈ ગયા છે અને ફોટો સેશનનો એક…
ADVERTISEMENT
New Parliament: ભાજપના સાંસદ નરહરી અમીન સંસદસભ્યોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન બેહોશ થઈ ગયા હતા. તે હવે સ્વસ્થ થઈ ગયા છે અને ફોટો સેશનનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશને સેન્ટ્રલ વિસ્ટા ખાતે નવી સંસદ મળી છે અને જુની સંસદને અલવિદા કરવામાં આવી રહી છે.
Earthquake Gujarat: દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ઉકાઈથી 51 km દૂર કેન્દ્રબિંદુ
સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો બીજો દિવસ છે. નવા સંસદ ભવનમાં આજથી સત્રની કાર્યવાહી શરૂ થશે. આ પહેલા જૂની સંસદમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોનું એક સાથે ફોટોશૂટ થયું હતું. જેમાં પીએમ મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો હાજર રહ્યા હતા. મહિલા આરક્ષણ બિલને સોમવારે મોદી કેબિનેટે વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેને લોકસભામાં રજૂ કરી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે મહિલા અનામત બિલ ગૃહના ટેબલ પર આવશે. 1996થી 27 વર્ષમાં સંસદમાં આ મહત્વનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ તે બંને ગૃહમાં પસાર થઈ શક્યું ન હતું. 2010માં તેને રાજ્યસભામાં પણ હોબાળા વચ્ચે પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.
જુની સંસદમાં સાંસદોનું ફોટોશૂટ
આજથી દેશને નવી સંસદ મળી છે. આ પહેલા પીએમ મોદીના નેતૃત્વમાં તમામ પક્ષોના સાંસદો જૂની સંસદમાં ફોટોશૂટમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાત ભાજપના સાંસદ નરહરી અમીન સાંસદોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન બેહોશ થઈ ગયા. તે હવે સ્વસ્થ થઈ ગયો છે અને ફોટો સેશનમાં ભાગ લઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT