જર જમીન જોરૂ ત્રણેય કજીયાના છોરૂ: ભત્રીજાએ કાકા કાકી પર ટ્રેક્ટર ચડાવ્યું

ADVERTISEMENT

Botad doubble murder case
Botad doubble murder case
social share
google news

બોટાદ : જિલ્લાના ગઢડાના ઘૂફણિયા ગામમાં જમીન વિવાદમાં 20 વર્ષના ભત્રીજાએ કાકા કાકીનું એવું ક્રુર રીતે કાસળ કાઢ્યું કે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ભત્રીજાએ બાઇક પર જઇ રહેલા કાકા-કાકીને ટક્કર મારીને પછાડી દીધા હતા.ત્યાર બાદ તેમના પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. ધુફણિયા ગામમાં રહેતા 65 વર્ષીય ગણેશ રાઘવાણી અને તેમના ભત્રીજા જયદીપ રાઘવણીના પરિવાર વચ્ચે જમીન વિવાદ ચાલી રહ્યો હતો. બંન્ને પરિવારો 9 વીઘા જમીન પર દાવો કરી રહ્યા હતા.

જમીન વિવાદમાં ભત્રીજાએ કાકા-કાકીનું ઢીમ ઢાળી દીધું

આ જમીન વિવાદમાં બંન્ને પરિવારો વચ્ચે અવાર નવાર ઝગડા થતા રહેતા હતા. જો કે આ મામલે ભત્રીજાએ એવું ક્રુર કૃત્ય કર્યું કે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જયદીપે બાઇક પર ખેતર જઇ રહેલા કાકા-કાકીને ટક્કર મારી હતી. નીચે પટકાયેલા કાકા-કાકી પરથી ટ્રેક્ટર ફેરવી નાખ્યું હતું. ત્યાર બાદ અનેક વાર ટ્રેક્ટર નીચે કાકા કાકીને કચડી નાખ્યા હતા. ગણેશભાઇનું તો ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમના પત્ની ગંભીર અવસ્થામાં ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે આજે તેમનું મોત નિપજ્યું હતું.

ગઢડા પોલીસે ડબલ મર્ડરનો કેસ દાખલ કર્યો

આ અંગે ગઢડા પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. જયદીપની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે. પ્રાથમિક તપાસમાં જયદીપ રાઘવાણીનો દાવો હતો કે તેની જમીન પર તેના જ કાકા ગણેશભાઇએ કબ્જો કરી રાખેલો છે. આ અંગેનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આ સમગ્ર મામલે આખરે લોહીયાળ અંત આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT