રાધિકા મર્ચન્ટના પિતા આ બિઝનેસ કરે છે, જાણો Mukesh Ambani ના ત્રણેય વેવાઈમાંથી સૌથી અમીર કોણ?

ADVERTISEMENT

Mukesh Ambani
Mukesh Ambani
social share
google news

Mukesh Ambani: એશિયાની સૌથી ધનાઢ્ય અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે ફરીથી શરણાઈ વાગવાની છે. 12 જુલાઈ, 2024 ના રોજ, તેમના નાના પુત્ર અનંત અંબાણી તેની ફિઆન્સે રાધિકા મર્ચન્ટ સાથે ફેરા ફરશે. આ પહેલા, અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ઇવેન્ટ 1લી થી 3જી માર્ચ સુધી ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. મુકેશ અંબાણીની થનારા વેવાઈ પણ પૈસા મામલે કોઈનાથી ઓછા નથી. આવો જાણીએ રાધિકાના પિતા વિરેન મર્ચન્ટનો બિઝનેસ શું છે અને ત્રણ અંબાણી વેવાઈમાંથી સૌથી અમીર કોણ છે?

વીરેન મર્ચન્ટ મુકેશ અંબાણીની ત્રીજા વેવાઈ

વીરેન મર્ચન્ટ રાધિકા મર્ચન્ટના પિતા છે, જે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પત્ની બનવા જઈ રહ્યા છે. અંબાણીના ત્રીજા વેવાઈ બનવા જઈ રહેલા વિરેન મર્ચન્ટની ગણતરી પણ દેશના અમીરોમાં થાય છે. વિરેન મર્ચન્ટ હેલ્થકેર કંપની Encore ના સીઈઓ છે. અહેવાલો અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ક્લાસિકલ ડાન્સર તરીકે જાણીતી અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટ પણ તેના પિતાના બિઝનેસમાં મદદ કરે છે.

આ પણ વાંચો: 'હું કોંગ્રેસમાં જ રહીશ', 2 અઠવાડિયા સુધી પણ પોતાની વાત પર અડગ ન રહી શક્યા Arjun Modhwadia, હવે પ્રજા કરશે વિશ્વાસ?

ઈશા અંબાણી પિરામલ પરિવારની વહુ છે

આ પહેલા મુકેશ અંબાણીના બે વેવાઈ છે, જેમની પાસે અપાર સંપત્તિ છે. જો મુકેશ-નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના સસરા અજય પીરામલની વાત કરીએ તો તેમનું પિરામલ ગ્રુપ દેશના મોટા કોર્પોરેટ હાઉસમાં સામેલ છે. પિરામલ એન્ટરપ્રાઇઝિસ ફાર્મા, હેલ્થકેર અને નાણાકીય સેવાઓ સાથે સંકળાયેલું છે. તેની 30 દેશોમાં શાખાઓ છે. અજય પીરામલ ઉપરાંત તેમની પત્ની સ્વાતિ પીરામલ પિરામલ બોર્ડના વાઈસ ચેરમેન છે. આ સિવાય પુત્રી નંદિની અને પુત્ર આનંદ પીરામલ (ઈશાના પતિ) પણ બોર્ડમાં સામેલ છે. કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, ફોર્બ્સ અનુસાર, અજય પીરામલની કુલ સંપત્તિ 3.25 અબજ ડોલર (લગભગ 26,938 કરોડ રૂપિયા) છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: Ahmedabad: 'નોકરી મૂકી દે... કોઈની સાથે વાત નહીં કરવાની', શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા પોલીસકર્મીનો આપઘાત

આકાશ અંબાણીના સસરાનો હીરાનો બિઝનેસ

અબજોપતિ મુકેશ અંબાણીના બીજા વેવાઈ અરુણ રસેલ મહેતા છે. તેમની પુત્રી શ્લોકા મહેતાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ મુકેશ-નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી સાથે થયા હતા. રસેલ મહેતા દેશના મોટા હીરા ઉદ્યોગપતિ છે અને તેમનો બિઝનેસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલો છે. મુકેશ અંબાણીના આ વેવાઈ Rosy Blue કંપનીના એમડી છે. જેની ગણતરી વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં થાય છે. ભારતના 26 શહેરોમાં તેના 36 થી વધુ સ્ટોર્સ છે. આ સિવાય આજે કંપની વિશ્વના 12 દેશોમાં હીરાનો બિઝનેસ કરે છે. બિઝનેસ ટુડેના અગાઉના અહેવાલ મુજબ, અરુણ રસેલ મહેતાની અંદાજિત નેટવર્થ આશરે રૂ. 3,000 કરોડ (2018-19 મુજબ) છે.

આ પણ વાંચો: 'કોંગ્રેસની સરકાર બની તો મોદીને મારી નાખીશ', કોણ છે PM ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ?

મુકેશ અંબાણી વિશ્વના 11મા સૌથી અમીર છે

જો કે સંપત્તિના મામલે ત્રણેય વેવાઈ મુકેશ અંબાણીની નજીક ક્યાંય નથી. પરંતુ જો નેટવર્થ પર નજર કરીએ તો ઈશા અંબાણીના સસરા મુકેશ અંબાણી ત્રણેય વેવાઈમાં સૌથી અમીર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $104 બિલિયન છે. આ આંકડા સાથે તેઓ વિશ્વના 11મા અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 20.36 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT