Gujarat Rain: યાત્રીગણ કૃપયા ધ્યાન દે..! ભારે વરસાદને પગલે 2 કે 4 નહીં 40થી વધુ ટ્રેનો રદ્દ, જુઓ લિસ્ટ

ADVERTISEMENT

40થી વધુ ટ્રેનો રદ્દ
Gujarat Rain Update
social share
google news

Gujarat Rain Update: સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં તો ભારે પૂરા સંકટ આવતા હજારો લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે. સૌરાષ્ટ્ર કહો કે મધ્ય ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. હવે રાજ્યને મેઘરાજા રીતસર ધમરોળી રહ્યા હોય તેવું કહી શકાશે કે આ મેઘમહેર નથી, પરંતુ મેઘતાંડવ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને પગલે અનેક ટ્રેનો આજે રદ (train cancelled) કરવામાં આવી છે.  તો વડોદરા વિશ્વામિત્રીના પૂરમાં ડૂબ્યું છે. 

પાણીમાં ડૂબ્યું વડોદરા

વિશ્વામિત્રી નદીમાં ભારે પૂરની સ્થિતિને પગલે વડોદરા શહેરમાં ભયાનક પૂરની સ્થિતિ ઊભી થઈ છે. આવા સમયે અનેક લોકો પાણીમાં ફસાઇ ગયા છે. સેન્ટ્રલ બસ સ્ટેશનમાં પણ પાણી ફરી વળ્યા છે. શહેરના રસ્તાઓ પર મગરના આંટાફેરા વધી ગયા છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.  હરણી વિસ્તારમાં તો કારો ડૂબી ગઈ એટલું પાણી ભરાયેલું છે. 

બે મંત્રીઓ વડોદરા જવા રવાના

ભારે વરસાદને પગલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર, MSME મંત્રી (રાજ્યકક્ષા) જગદીશ વિશ્વકર્મા વડોદરા જિલ્લાની મુલાકાતે જવા રવાના થયા છે. બંને મંત્રી વડોદરામાં ભારે વરસાદને પગલે થયેલ નુકસાન, હાલની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવશે. 

ADVERTISEMENT

 

  • આ ટ્રેનો સંપૂર્ણપણે રદ

  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12934/12933 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 82902/82901 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
  • 28મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20947/20950 એકતાનગર-અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 09496/09495 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમુ 28 ઓગસ્ટ 2024
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09274 અમદાવાદ-વડોદરા મેમુ
  • ટ્રેન નંબર 09318 આણંદ - 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09319 વડોદરા - દાહોદ મેમુ
  • ટ્રેન નંબર 09161/01962 વડોદરા – વલસાડ – 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09079 સુરત - વડોદરા મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09155 સુરત - વડોદરા મેમુ
  • ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ 28 ઓગસ્ટ 2024ની ગુજરાત ક્વીન
  • ટ્રેન નંબર 20959 વલસાડ - 28 ઓગસ્ટ 2024ની વડનગર સુપરફાસ્ટ
  • ટ્રેન નંબર 12929/12930 વડોદરા – વલસાડ – 28 ઓગસ્ટ 2024ની વડોદરા સુપરફાસ્ટ
  • ટ્રેન નંબર 09393 આણંદ - 28મી ઓગસ્ટ 2024ની ગોધરા મેમુ
  • ટ્રેન નંબર 09396/09395 આણંદ - ગોધરા - 28 ઓગસ્ટ 2024 ના આનંદ મેમુ
  • ટ્રેન નંબર 09349 આણંદ - 28 ઓગસ્ટ 2024 ના ગોધરા મેમુ
  • ટ્રેન નંબર 09282 ગોધરા - 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
  • ટ્રેન નંબર 09133/09134 આણંદ - ગોધરા - 28 ઓગસ્ટ 2024 ના આનંદ મેમુ
  • ટ્રેન નંબર 09350 દાહોદ - 28 ઓગસ્ટ 2024 ના આનંદ મેમુ
  • ટ્રેન નંબર 09387 / 09388 આણંદ - ડાકોર - 28 ઓગસ્ટ 2024 ના આણંદ મેમુ
  • ટ્રેન નંબર 09300 આણંદ - 28 ઓગસ્ટ 2024 ના ભરૂચ મેમુ
  • ટ્રેન નંબર 09299 ભરૂચ - 29 ઓગસ્ટ 2024 ના આનંદ મેમુ
  • ટ્રેન નંબર 09395 આણંદ - 28 ઓગસ્ટ 2024 ના ગોધરા મેમુ
  • ટ્રેન નંબર 09394 ગોધરા - 28 ઓગસ્ટ 2024 ના આનંદ મેમુ
  • ટ્રેન નંબર 09392 ગોધરા - 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
  • ટ્રેન નંબર 09320 દાહોદ - 28 ઓગસ્ટ 2024નું વડોદરા મેમુ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09317 વડોદરા - દાહોદ મેમુ
  • ટ્રેન નંબર 09105/09106 વડોદરા - દાહોદ - 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
  • ટ્રેન નંબર 09156/09155 વડોદરા - સુરત - 28 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
  • ટ્રેન નંબર 09080 વડોદરા - 28 ઓગસ્ટ 2024ની ભરૂચ મેમુ
  • ટ્રેન નંબર 09082 ભરૂચ - સુરત મેમુ 28 ઓગસ્ટ 2024
     

    follow whatsapp

    ADVERTISEMENT