Weather Forecast: ગુજરાતમાં આ તારીખથી ચોમાસાની 'એન્ટ્રી',જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ મૉનસૂન?
Monsoon Update: આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ પાર કર્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જતો રહ્યો છે. ત્યારે હવે ચોમાસાને લઈ અપડેટ આવ્યું છે
ADVERTISEMENT
Monsoon Update: આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ પાર કર્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જતો રહ્યો છે. ત્યારે હવે ચોમાસાને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે. હવામાન વિભાગ અનુસાર, હજુ થોડાક દિવસો રાજ્યમાં આકરી ગરમી યથાવત રહેશે, ત્યારબાદ ચોમાસાનું ગુજરાતમાં વિધિવત રીતે આગમન થશે.
આ તારીખે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે
હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, આગામી મહિનાથી ગુજરાતમાં ચોમાસાના વરસાદની એન્ટ્રી થઇ જશે. આ દિવસોમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી છે, અને આંદામાન-નિકોબાર સુધી મૉનસૂન સિઝન જોવા મળી રહી છે. હવે આગામી 31 મે સુધીમાં આ મૉનસૂન કેરળ પહોંચશે ત્યારબાદ મૉનસૂન મહારાષ્ટ્રમાં 9થી 16 જૂન વચ્ચે એન્ટ્રી કરશે પછી ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થશે. રાજ્યમાં 19 થી 30 જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થશે.દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
73 પ્રિલીમ્સ, 43 મુખ્ય પરીક્ષા... IPS Manoj Sharma નો રૂમમેટ હજુ પણ કરે છે સરકારી નોકરીની તૈયારી
આગામી 3 દિવસ હિટવેવની આગાહી
રાજ્યમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, વલસાડમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં ઘણા શહેરોમાં ગરમીનો પારો 40 ને પાર જોવા મળ્યો હતો. ત્યારે પંચમહાલમાં ગરમીનો પારો 46 ડિગ્રી નોંધાવવા પામ્યો હતો. જ્યારે જૂનાગઢમાં 44.1 ડિગ્રી, અમરેલીમાં 44.06 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT