પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળતી સહાયમાં વધારો કરવા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મેદાને , મુખ્યમંત્રીને લખ્યો પત્ર 

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આવાસ યોજનાને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં આવાસ યોજનાની અંદર આપવામાં આવતી રકમમાં વધારો કરવા રજુઆત કરવામાં આવી છે. શૌચાલય માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં પણ મોંઘવારીને ધ્યાનમાં રાખીને વધારો કરવા રજુઆત કરવામાં આવી છે. આવનાર બજેટમાં તમામ આવાસ યોજનાની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ની અંદર લાભાર્થીને હાલ 1.20 લાખ રૂપિયા સહાય મળે છે. ત્યારે મોંઘવારીના માર વચ્ચે આ રકમમાં વધારો કરવાને લઈ અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આ સાથે જ તેમણે આવનાર બજેટમાં તમામ આવાસ યોજનાની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માગણી પણ પત્રમાં કરી છે.

જાણો શું લખ્યું પત્રમાં
કેટલાય સમયથી આવાસ યોજનાના મકાનની ફાળવણી ની અંદર જે રકમ ફાળવવામાં આવે છે. તે રકમમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. આપ સાહેબ શ્રી ને મારી નમ્ર અરજ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લાભાર્થી ને માત્ર એક લાખ વીસ  હજાર રૂપિયા ની મકાન માટે ફાળવણી કરવામાં આવે છે. જે આ મોંધવારી ને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછી છે. તેના કારણે ગરીબ લાભાર્થી ને પોતાનું મકાન પરવડે તેમ નથી.  તેમજ શૌચાલય માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં પણ મોઘવારીને ધ્યાનમાં રાખીને વધારો કરવામાં આવે. આવાસ યોજના જેવી તમામ યોજનાને ધ્યાનમાં રાખી જે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો આવનાર બજેટમાં તમામ આવાસ યોજનાની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગાંધીધામમાં NIA ના દરોડા, ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્નોઈના સાથી કુલવિંદર પર તવાઈ

ભાજપથી નારાજ થઈ અપક્ષ ચૂંટની લડ્યા હતા ધવલસિંહ
વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવી હતી . ત્યારે થોડી બેઠક એવી પણ છે જેમાં અપક્ષ ઉમેદવારોએ ભાજપને માત આપી છે અને ભારે મતોથી જીત હાસિલ કરી છે. બાયડમાં ધવલસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેમની બહુમતી સાથે જીત મેળવી હતી.ધવલસિંહ ઝાલા 6100 મતે જીત્યા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT