Weather Update: રાજ્યમાં ફરી ગાજવીજ સાથે થશે વરસાદની આગાહી, અંબાલાલે કરી 'માઠી' આગાહી
ભરઉનાળે હવામાન વિભાગ બાદ હવામાન નિષ્ણાત અંબાલાલે પણ રાજ્યમાં માઠી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું છે કે, વાતાવરણમાં પલટા સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
Gujarat Weather Update: ભરઉનાળે હવામાન વિભાગ બાદ હવામાન નિષ્ણાત અંબાલાલે પણ રાજ્યમાં માઠી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું છે કે, વાતાવરણમાં પલટા સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલે આજે રાજ્યના દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા દર્શાવી છે. જ્યારે આવતીકાલે મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે
અબાંલાલના અનુમાન મુજબ રાજ્યમાં 18 એપ્રિલ બાદ ફરી એકવાર માવઠું થઇ શકે છે. રાજ્યમાં 18 થી 20 પ્રિમોનસુન એક્ટિવિટીનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે. આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ સહિત ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે કચ્છ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.
આ તારીખથી પડશે કાળઝાળ ગરમી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 18 એપ્રિલ બાદ ફરી એકવાર માવઠું થઇ શકે છે. રાજ્યમાં 18થી 20 પ્રિમોનસુન એક્ટિવિટીનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ અંબાલાલે ગરમી વધવાને લઈને પણ સંકેત આપ્યા છે. તેમના આંકલન અનુસાર 15 એપ્રિલથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. 15 એપ્રિલ બાદ રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઈ જશે.
ADVERTISEMENT
જબરા ફેન: DHONI ને જોવા માટે ત્રણ દીકરીઓની સ્કૂલ ફી ન ભરી, IPL ની ટિકિટ માટે ખર્ચ્યા રૂ.64 હજાર!
રાજ્યનું તાપમાન ઘટ્યું
આપને જણાવી દઈએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યનું તાપમાન ઘટ્યું છે. દાહોગ અને ઝાલોદ પંથકમાં કરા સાથે વરસાદ પડતા ધરતકીપુત્રોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી. માર્કેટિંગયાર્ડોમાં પણ વેપારીમાં પણ દોડાદોડી થઈ ગઈ હતી.
ADVERTISEMENT