વીજળીના કડાકા...ભારે પવન... ગુજરાતમાં 7 દિવસ પડશે વરસાદ! આ વિસ્તારોને ઘમરોળશે
Rain Forecast in Gujarat : રાજ્યભરના લોકો હાલ આકરી ગરમી સાથે ભયાનક બફારાનો પણ અનુભવ કરી રહ્યા છે. તમામ લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે હવે રાજ્યમાં મેઘમહેર ક્યારે થશે?
ADVERTISEMENT
Rain Forecast in Gujarat : રાજ્યભરના લોકો હાલ આકરી ગરમી સાથે ભયાનક બફારાનો પણ અનુભવ કરી રહ્યા છે. તમામ લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે હવે રાજ્યમાં મેઘમહેર ક્યારે થશે? મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકોને ઠંડક પહોંચે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે
હવામાન વિભાગની વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ગુજરાતમાં હવે સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી જોવા મળશે. આ સાથે જ કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે.
7 દિવસ અલગ-અલગ વિસ્તારોમાં પડશે વરસાદ
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં 15 જૂનથી સત્તાવાર રીતે વરસાદ શરૂ થશે, આગામી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડશે. જે મુજબ 7 જૂનના રોજ એટલે કે આજે ગુજરાતના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના છે. તો 8 જૂને અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
ક્યાં વિસ્તારોમાં પડી શકે છે વરસાદ?
9 જૂને ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, પંચમહાલમાં વરસાદની આગાહી છે. જ્યારે 10 જૂને નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, પંચમહાલ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે.
11 અને 12 જૂને ક્યાં વરસાદની આગાહી
અરવલ્લી, મહિસાગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, પંચમહાલમાં 11મી જૂને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 12મી જૂને રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, પંચમહાલમાં વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT