Mansukh Mandaviya: ચૂંટણી પહેલા વધી મનસુખ માંડવિયાની મુશ્કેલી, ચૂંટણીપંચમાં નોંધાઈ ફરિયાદ

ADVERTISEMENT

 Complaint Against Mansukh Mandaviya:
મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

લોકસભા 2024ની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે

point

ગુજરાતમાં 7 મે 2024ના રોજ મતદાન યોજાશે

point

મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

Complaint Against Mansukh Mandaviya: લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. લોકસભા 2024ની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને 4 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં  ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર 7 મે 2024ના રોજ મતદાન યોજાશે અને 4 જૂનના રોજ મતગણતરી યોજાશે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે. આ વચ્ચે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે. 

સતત જાહેર સભાઓ ગજવી રહ્યા છે માંડવિયા

પોરબંદર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ મનસુખ માંડવિયાનું નામ જાહેર કરતા જ તેઓએ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તેઓ સતત જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. 

કોંગ્રેસે કરી આચારસંહિતા ભંગની ફરિયાદ

ગઈકાલે વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. વંથલી માર્કેટ યાર્ડ ખાતે ભાજપની સભા અને જમણવાર યોજવામાં આવતા કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. સરકારી મિલકતનો ઉપયોગ કરવા મુદ્દે ફરિયાદ કોંગ્રેસ મહામંત્રી વી.ટી સીડાએ ચૂંટણી કમિશનરને આચરસંહિતા ભંગની ફરિયાદ કરી છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT