ગુજરાતના પોલીસ બેડામાં 8 PIની બદલીનો ઓર્ડર ફાટ્યો, જુઓ કોને ક્યાં મુકાયા

ADVERTISEMENT

Gandhinagar News
ગુજરાત પોલીસમાં બદલીની સિઝન
social share
google news

Gandhinagar News: લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ રાજ્યના પોલીસ વિભાગમાં મોટો ફેરફાર થયો છે. વાસ્તવમાં ગાંધીનગર જિલ્લાના 8 બિન-હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

ગાંધીનગર પોલીસમાં મોટો ફેરફાર

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા  વર્તમાન સમયમાં અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.આર મુછાળની સાંતેજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. જ્યારે દહેગામ પોલીસ સ્ટેશનના પી.આઈ બી.બી ગોયલની સેક્ટર 7 પોલીસ સ્ટેશન, સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી ચૌહાણની ટ્રાફિક પોલીસ સ્ટેશન, સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ દેસાઈ  સચિવાલય સંકુલમાં બદલી કરવામાં આવી છે. 

જુઓ કોને ક્યાં મુકાયા

આ સાથે જ સાંતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી ડાભીની પણ સચિવાલય સંકુલમાં બદલી કરાઈ છે. તો સચિવાલય સંકુલના પીઆઈ વી.બી દેસાઈની દહેગામ પોલીસ સ્ટેશનમાં, સચિવાલય સંકુલના એચ.જી દેસાઈની સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. સાથે જ અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી સાંખલાની અડાલજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT