જૂનાગઢ હિંસાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટઃ તમામને 27 જૂને હાજર થવાનો આદેશ
ભાર્ગવી જોશી. જૂનાગઢઃ જૂનાગઢમાં મજેવડી દરવાજા ડિમોલેશન મામલો હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈ કોર્ટે જૂનાગઢના જિલ્લા કલેકટર અને કમિશનર તેમજ સિનિયર ટાઉન પ્લાનર અને…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી. જૂનાગઢઃ જૂનાગઢમાં મજેવડી દરવાજા ડિમોલેશન મામલો હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈ કોર્ટે જૂનાગઢના જિલ્લા કલેકટર અને કમિશનર તેમજ સિનિયર ટાઉન પ્લાનર અને જિલ્લા સરવૈયાને નોટિસ ફટકારી છે. જેમાં ડિમોલેશન નોટિસ અંગે જવાબ માંગ્યો છે. જેની સુનાવણી 27 જૂને થવાનની છે અને કોર્ટે તેમાં તમામને હાજર રહેવા જણાવ્યું છે.
ડિમોલેશનનો ડર બન્યો વિવાદનું કારણ
મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં કહ્યું છે કે, દરગાહ ડિમોલેશનને માટે આપેલી નોટિસનો સમયગાળો ઓછો હતો અને દસ્તાવેજ એકઠા કરવા માટે વધુ સમયની જરૂરિયાત લાગતી હોય છે. મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે 19 કે 20 મી સદી માં આ પાંચ દરગાહ બની છે ત્યારે તેની માલિકી હક્ક અંગે ચકાસણી કરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવાના થાય જે માટે સમય પાંચ દિવસનો ફાળવવામાં આવ્યો જેથી વિરોધ ઉઠ્યો અને વિવાદ સર્જાયો હતો.
ફિલ્મ આદિપુરુષ પર ચાલતા વિવાદને લઈને મોરારીબાપુનો કટાક્ષ, કમ સે કમ….
આ અંગે હાઈકોર્ટ જસ્ટિસ નાણાવટી ખંડપીઠ દ્વારા આ ઘટનાના જવાબ માટે જિલ્લા કલેકટર, જિલ્લા સર્વેયર, સિનિયર ટાઉન પ્લાનર કમિશનર તમામને 27 જૂને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવા કહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT