‘દયા’ આવશે મોદીના આ ડ્રિમ પ્રોજેક્ટ પરઃ ‘નલ’ નાખ્યા, વર્ષો થયા, પણ ‘જલ’નું ટીપુંય નહીં
વિરેન જોશી.મહિસાગરઃ હમણાં જ ગુજરાતમાં ચૂંટણી ગઈ છે ત્યારે તમે નલ સે જલ યોજના અંગે તો ઘણી વખત સાંભળ્યું હશે. વિવિધ રાજ્યો અને રાષ્ટ્રીય કક્ષાના…
ADVERTISEMENT
વિરેન જોશી.મહિસાગરઃ હમણાં જ ગુજરાતમાં ચૂંટણી ગઈ છે ત્યારે તમે નલ સે જલ યોજના અંગે તો ઘણી વખત સાંભળ્યું હશે. વિવિધ રાજ્યો અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ ગુજરાતમાં આ યોજનાને વખાણવામાં ક્યાં કશું બાકી રાખ્યું હતું, બસ એવી જ રીતે આ યોજનાની દયામણી હાલત કરી નાખવામાં તંત્રએ કશું બાકી રાખ્યું નથી. વાત હાલ ગળે ન પણ ઉતરે પરંતુ જેમ જેમ વાંચતા જશો આ યોજના અને તેના લાભાર્થીઓ પર દયા આવી પણ શકે છે, અથવા બધી જ ઘટનાઓની જેમ આ મુદ્દાને પણ આપ સહન કરી પણ લો, તે અંગે દાવાથી કહી શકાય તેવું નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ઘરે ઘરે નલથી જલ આપવાની યોજનાનું મહીસાગર જિલ્લામાં બાળ મરણ થતા વિવિઘ પાણી જુથ યોજનાં અંતર્ગત પાણી ન મળતા યોજના પર સવાલો ઉઠી રહ્યા છે.
સરકાર દ્વારા નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ નલથી જલ અંતર્ગત ઘરે ઘરે પાણી આપવા માટે કરોડો રૂપિયા ખર્ચાઇ ગયા પણ નલથી જલ નહિ પહોંચતા અને પાણી નહિ મળતા પાણી આપવા માટે સરકાર દ્વારા ખર્ચ કરેલ કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. મહીસાગર જિલ્લામાં અધિકારી કહે છે 90% ટકા કામ પૂરું થયું છે જ્યારે ગામના લોકો કહે છે પાણી નથી આવતું તો પાણી આપવા માટે ખર્ચ કરેલા નાણાં ક્યાં ગયા એ એક મોટો સવાલ ? ગ્રામજનો આક્રોશ સાથે કહે છે સરકાર પાણી આપો, શું સરકાર પાણી જનતાને લાભ આપવા માટે જે યોજનાઓ બનાવે છે તે ફક્ત અધિકારીઓ અને કોન્ટ્રાકટર માટે જ બને છે ? જનતાને પાણી આપવા સરકારે ખર્ચ કરેલા નાણાંનો સદ ઉપયોગ થયો છે કે કેમ તેની વિજિલન્સ તપાસ કરી જમીની હકીકત સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ માગ ઉઠી રહી છે અને લોકો કહે છે કે અમે ખોટું બોલતા હોઈએ તો અમારા વિરુદ્ધ કાર્યવાહી કરે, ભર ઉનાળે પાણી ન મળતા કેમ ગ્રામજનો આકરા પાણીએ છે. શું છે નલ સે જલ યોજના અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિઘ પાણી જુથ યોજનાની જમીની હકીકત અને શું કહી રહ્યા છે ગ્રામજનો અહીં રજુ છે ગુજરાત તકનો વિશેષ અહેવાલ.
ગુજરાત ATS લોરેન્સ બિશ્નોઈ પાસે જાણવા માગે છે આવી વિગતોઃ આતંકી સંગઠન અને ડ્રગ્સમાં થઈ શકે સ્ફોટક ખુલાસા
6 તાલુકાના 650થી વધુ ગામો, 90 ટકા કામ પૂર્ણ તો…
મહીસાગર જિલ્લામાં આવેલા છ તાલુકાના 650 થી વધુ ગામોમાં રહેતા ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેમજ ઉનાળામાં પશુપાલન માટે પણ પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા ગામે ગામ પાણી પહોંચાડવા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિઘ પાણી જુથ યોજના તેમજ વાસમોની હર ઘર નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. એકલા મહીસાગર જિલ્લામાં હર ઘર નલ સે જલ યોજના અંતર્ગત 230 કરોડ રૂપિયા ઉપરાંતની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. એક તરફ જવાબદાર અધિકારી કહી રહ્યા છે કે, જિલ્લાના છ તાલુકાના 90 ટકા ગામોમાં પાણી મળી રહ્યું છે ત્યારે કેમ પાણીના પોકારો પડી રહ્યા છે.
ADVERTISEMENT
નળ તૂટીને ભંગાર થયા પણ પાણીનું ટીપુંય નહીં
પહેલા વાત કરીએ સંતરામપુર તાલુકાની અહીં પાંચ મુવા ગામ નાયક ફળીયા વિસ્તાર જ્યાં હર ઘર નલ સે જલ આપવા માટે પાણીનો કૂવો, પાણીની ટાંકી, વીજ કનેક્શન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. ઘરે ઘરે નળ કનેક્શન પણ આપી દેવામાં આવ્યા છે, પણ નળમાં પાણી નથી આવતું જેથી મહિલાઓને પાણી માટે દર દર ભટકવું પડે છે. આવા જ હાલ છે વેણા ગામના છે, જ્યાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી નથી મળતું પાણી ન આવતા આપવામાં આવેલા નળ કનેક્શન પણ તૂટીને ભંગાર થઈ ગયા છે. ત્યારે પાણી ન મળતા સરકારે ગ્રામજનોને પાણી આપવા માટે ખર્ચેલા નાણાં પાણીમાં ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે.
યોજનાની પાઈપલાઈન નખાઈ ગઈ
પાંચ મુવા ગામે નળ સે જળ યોજનાની પાઈપલાઈન તો નાખી દેવા માં આવી છે પરંતુ જ્યાં પાઈપલાઈન નાખવામાં આવી ત્યાં સ્ટેન્ડ પણ મુકવામાં આવ્યા નથી અને ફક્ત પાઇપ ખુલ્લી નાખેલી નજરે પડી રહી છે. જયારે કે અન્ય જગ્યા સ્ટેન્ડ નાખવામાં આવ્યા છે પરંતુ ત્યાં તૂટી ગયેલા પણ નજરે પડી રહ્યા છે. જ્યારે કે આ યોજનાની કામગીરી પૂર્ણ થયાને બે વર્ષ થઈ ગયા છે પરંતુ ગામ રહીશો હજી સુધી નળમાં પાણી આવશે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હાલ ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા ના કારણે સ્થાનિકોને દુર દૂર સુધી પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.
ADVERTISEMENT
RTO અમદાવાદને હાઈકોર્ટ ઢસેડી ગયા, જ્યારે પસંદના નંબર માટે 1 લાખ ચુકવ્યાને વર્ષ થવા છતાં
કરોડોની યોજના કાગળો પર જ
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિઘ પાણી જુથ યોજનાં અંતર્ગત રાફઈ તેમજ ખાનપુર તાલુકાના ગાંધીયાના મુવાડા તેમજ મસાદરા ગામે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા વિવિઘ પાણી જુથ યોજનાં બનાવેલી છે જેમાં કારંટા પાણી જૂથ યોજના દ્વારા પાણીનો ટાંકો, લાઈટનું કનેક્શન સહિતની કામગીરી બે વર્ષ અગાઉ કરી દેવામાં આવી છે. તેમ છતાં પણ લોકોને પાણી નથી મળ્યું. ભર ઉનાળે ગ્રામજનોને પાણી નથી મળી રહ્યું એક બાજુ પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા કારંટા પાણી જુથ યોજના દ્વારા ૭૬ થી વધુ ગામોને પાણી મળી રહ્યું છે તેવા તમામ દાવાઓ ખાનપુરમાં પોકળ સાબિત થઈ રહ્યા છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી યોજના માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે
ADVERTISEMENT
બે વર્ષ પહેલા નળ આપી દીધા, પાણી ક્યારે?
મહીસાગર જિલ્લાના ગાંધીયાના મુવાડા તેમજ મસાદરા ગામે નળ સે જલ યોજનાની અધૂરી કામગીરી, યોજના અંતર્ગત દરેક ઘરોમાં પાણીના નળ તો મળ્યા પરંતુ પાણી ક્યારે? તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ગામની મહિલા ઓ પાણીના પ્રશ્નેને લઇ રોષ જોવા મળી રહ્યો છે. બે વર્ષ પહેલા ઘરે ઘરે નળ કન્નેકશન તો આપી દેવામાં આવ્યા છે પરંતુ પાણી ક્યારે?. સરકાર દ્વારા નળ સે જળ યોજના માટે લાખો રૂપિયા પંચાયતને ફાળવવામાં આવતા હોય છે પરંતુ જેનો દુરુપયોગ થતો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
મહીસાગર જિલ્લાના છેવાડાના ગામોમાં પાણીની ગંભીર સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જયારે સરકાર દ્વારા લખો રૂપિયાના ખર્ચ કરી નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે ચકલી તો મૂકી દેવામાં આવી છે પરંતુ પાણી આજ દિન સુધી આપવા આવ્યું નથી. જેને લઇ સ્થાનિકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્રને કાર્યવાહી કરી યોગ્ય ન્યાય આપી પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ઘરે ઘરે નળ થી પાણી પહોંચાડવાના હેતુથી લખો રૂપિયાના ખર્ચે નળ સે જળ યોજના અમલમાં મુકવા માં આવી હતી. પરંતુ આ યોજના સ્થાનિક વહીવટી તંત્ર, કોન્ટ્રાક્ટર અને નેતા ઓની મિલી ભગત ના કારણે આ યોજના ફક્ત અને ફક્ત કાગળ પર થઈ હોવાની ચર્ચાઓ ગામ લોકો દ્વારા કરવા માં આવી રહી છે.
ભ્રષ્ટાચારના સતત સામે આવ્યા પ્રશ્નો
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા વિવિઘ પાણી જુથ યોજના કામગીરીમા સ્થાનિક વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા ફક્ત ભ્રસ્ટાચાર આચારવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તંત્ર દ્વારા પણ આ બાબતની ગંભીરતા દાખવી તાપસ હાથ ધરવા આવે તેવી માંગ સ્થનિકો દ્વારા કરવામાં આવી રહી છે. કોઈ પણ યોજનામાં થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન હોય છે પરંતુ વાસ્મોની આ યોજનામાં થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરતી એજન્સીની તપાસ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે અને વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકારની નલ સે જલ યોજનાની મોટી મોટી વાતો વચ્ચે અંતરિયાળ વિસ્તારોમાં વિપરીત સ્થિતિ નળ સે જળ યોજનામાં કો્ટ્રાક્ટ પણ સ્થાનિક નેતાનો જ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરી પાણી આપવા લાગુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અંતર્ગત પાણી કેમ નથી મળતું? તે તપાસ કરવામાં આવે અને ગ્રામજનોને પાણી મળે તેવી લોક મંગ ઉઠી છે ત્યારે જોવું રહ્યું કે સરકાર દ્વારા ગ્રામજનોને પાણી આપવા ખર્ચે કરેલા નાણાં ક્યાં ગયા તેની યોગ્ય તપાસ કરવામાં આવશે કે કેમ અને નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટને સફળતા મળશે કે કેમ, કારણ કે સરકાર તો યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચા કરે છે પણ તેનો લાભ તમામ લાભાર્થીઓને થતો નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT