Lok Sabha Elections: જૂનાગઢના રાજેશ ચુડાસમા બનશે કેન્દ્રીય મંત્રી? સ્ટેજ પરથી બ્રિજરાજદાન ગઢવીએ કર્યો મોટો ખુલાસો
Junagadh Lok Sabha Elections: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતની તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જે બાદ ઉમેદવારો સતત સભા અને રેલીઓ ગજવી રહ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી
ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા
રાજેશ ચુડાસમાને ભાજપે ફરી રિપીટ કર્યા
Junagadh Lok Sabha Elections: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતની તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જે બાદ ઉમેદવારો સતત સભા અને રેલીઓ ગજવી રહ્યા છે. જૂનાગઢ સીટ પર આ વખતે જોરદાર મુકાબલો છે. બે ટર્મથી સતત ચૂંટાઈ આવતા સાંસદ કોળી સમાજના નેતા રાજેશ ચુડાસમા (Rajesh Chudasama)ને ભાજપે ફરી રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે આ વખતે આહીર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાને મેદાનમાં ઉતાર્યા છે.
જૂનાગઢમાં અમુક પરિબળો ભાજપની સામે
જૂનાગઢમાં આ વખતે અમુક પરિબળો ભાજપની સામે છે. વેરાવળના તબીબ ડૉ. અતુલ ચગની આત્મહત્યા કેસમાં નામ ઊડ્યા બાદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાય એવી વાતો વહેતી થઈ હતી. જોકે, બાદમાં ડૉ. અતુલ ચગના પરિવાર અને રાજેશ ચુડામસા વચ્ચે સમાધાન થયું હતું. હવે લોહાણા સમાજના લોકો કઈ તરફ ઢળે છે એ વાત પણ ચૂંટણીનાં પરિણામ પર અસર કરે એવું લાગે છે.
વીડિયોથી ગરમાયું જૂનાગઢનું રાજકારણ
આ વચ્ચે હવે એક વીડિયોના કારણે જૂનાગઢના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. જેમાં લોકસાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી (Brijraj Gadhvi)એ લોક ડાયરામાં જાહેર મંચ પરથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ચૂંટણી જીતીને મંત્રી બની જશે એવી વાત કરી હતી. લોકસાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવીની વાતથી રાજકારણમાં મુદ્દો ગરમાયો છે.
ADVERTISEMENT
મિનિસ્ટર થઈને પધારશે ચુડાસમાઃ બ્રિજરાજદાન ગઢવી
વાસ્તવમાં માળીયા નજીકના ભંડુરી ગામે લોકડાયરો યોજાયો હતો, જેમાં દરમિયાન સાંસદ અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની ઉપર પૈસાની ઘોર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સ્ટેજ પરથી બ્રિજરાજદાન ગઢવીએ કહ્યું હતું કે, 'અહીંયા જૂનાગઢના સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને હવેની ટર્મમાં તો પોતે મિનિસ્ટર થઈને પધારવાના છે.'
મંત્રી બન્યા બાદ કરશે વિકાસ: બ્રિજરાજ ગઢવી
તેઓએ કહ્યું હતું કે,'માતાજી અને ભાગવત ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હવેની ટર્મ તેઓ મિનિસ્ટર હોય અને જૂનાગઢ-ગીર સોમનાથની એવી પ્રગતિ થાય, એવો વિકાસ થાય એકવાર રાજેશભાઈ ચુડાસમાને આપણે જોરદાર તાલીઓ વધાવીએ ભાઈ.'
ADVERTISEMENT
ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ
ADVERTISEMENT
ADVERTISEMENT