ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો, પણ 3 વર્ષમાં 366ના મૃત્યુ
ગાંધીનગરઃ ગુજરાતમાં એશિયાટીક સિંહોનો એક માત્ર વસવાટ રહ્યો છે, ત્યારે અહીં સિંહોની સાચવણી અને કેળવણીમાં વધારે ધ્યાન આપવું જરૂરી બની જાય છે. ગુજરાતમાં સિંહોની સંખ્યામાં…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં એશિયાટીક સિંહોનો એક માત્ર વસવાટ રહ્યો છે, ત્યારે અહીં સિંહોની સાચવણી અને કેળવણીમાં વધારે ધ્યાન આપવું જરૂરી બની જાય છે. ગુજરાતમાં સિંહોની સંખ્યામાં જ્યાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર વાધારો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી તરફ છેલ્લા ત્રણ વર્ષમાં 366 જેટલા સિંહોને આપણે ગુમાવ્યા પણ છે.
ગુજરાતમાં 425 કરોડનું ડ્રગ્સ ઘૂસાડવાનું ATS-કોસ્ટગાર્ડે બનાવ્યું નાકામ, 5 ઝડપાયા
સિંહોની સંખ્યા વધી
ગુજરાતમાં વર્ષ 2022માં ડિસેમ્બરની સ્થિતિએ સિંહના સંવર્ધન અને રક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા કેવા પગલા લેવાયા અને તેની વસ્તીમાં કેટલો વધારો થયો છે તે અંગે ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા દ્વારા ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ગુજરાત સરકારે આંકડાકિય વિગતો આપતા કહ્યું કે, સિંહોની સંખ્યામાં વર્ષ 2015ની સરખામણીમાં 2020ના પુનઃ અવલોકનમાં કુલ 151 સિંહની સંખ્યામાં વધારો થયો છે મતલબ કે 28.87 ટકા સિંહો વધ્યા છે. સાથે જ સરકારે વિગતો આપતા જણાવ્યું કે, સંવર્ધન પાછળ ખુલ્લા કુવાઓને પેરાપેટ કરાવી, કોરન્ટાઈન ઝોન બનાવવામાં આવ્યા છે. વક્સીનેશન પણ કરવામાં આવે છે અને વનમિત્ર, ટ્રેકરની નિમણૂંક કરવામાં આવી છે.
‘અમારી સંસદમાં બંધ કરી દેવાય છે વિપક્ષના માઈક’- લંડનમાં બ્રિટિશ સાંસદોને રાહુલે કહ્યું
વર્ષ 2020-21માં સૌથી વધુ સિંહના મોત
ઉપરાંત સરકારે કહ્યું કે, તરણ વર્ષમાં 366 સિંહના મૃત્યુ થયા છે જે પૈકીના સૌથી વધારે વર્ષ 2020થી 21 દરમિયાન થયા હતા. 123 સિંહના મૃત્યુ કુદરતી રીતે જ્યારે 14 સિંહના મૃત્યુ અકુદરતિ રીતે થયા હોવાનું પણ સરકારે જાહેર કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT