સુરતમાં 6 વર્ષની બાળકી હવસનો શિકાર બને તે પહેલા દરવાજો તોડી બચાવી લેવાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 6 વર્ષની બાળકી પડોશમાં રહેતા વ્યક્તિની હવસનો શિકાર બનતા રહી ગઈ હતી. દરવાજો તોડીને બાળકીને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આ જઘન્ય કૃત્ય કરનાર પાડોશીની ધરપકડ કરી મામલો નોંધાયો હતો.

ગુજરાતીઓ માસ્ક પહેરાવાની તૈયારી કરી લોઃ કોરોનાના આંકડાઓમાં વધારો

રડવાનો અવાજ સાંભળી સમયસય આવ્યા મદદે
પોલીસના કબજામાં આવેલા આ વ્યક્તિનું નામ અમરલાલ સિંહ છે, જેણે તેની પાડોશમાં રહેતી 6 વર્ષની બાળકી ઉપર નજર બગાડી હતી જ્યારે બાળકી ઘરની બહાર સફાઈ કરી રહી હતી. ઘરે જઈને તેણે યુવતીને પકડી તેના રૂમમાં લઈ જઈ તેની સાથે શારીરિક છેડતી કરવાનું શરૂ કરી દીધું હતું. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને બાળકીની નાની સમયસર ત્યાં આવી પહોંચી હતી અને તેમણે બાળકીને બહાર કાઢવાની મહેનત શરૂ કરી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરેનામ રોડ પર રહેતા શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકીને બચાવવા જતાં ઘરનો દરવાજો પણ તોડ્યો હતો. બાળકની આવાજ સાંભળીને તેની નાની સમયસર ત્યાં ન પહોંચી તો આ વ્યક્તિ અમરલાલ તેને પોતાની હવસનો શિકાર બનાવી હોત. આ બાબતની જાણ પાંડેસરા પોલીસ સ્ટેશનને કરવામાં આવી. આ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અનિરુદ્ધ ઉર્ફે અનુજ અમરલાલ સિંહની ધરપકડ કરી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT