ઉત્તરાયણમાં અંબાજી મંદિરનો પતંગોથી શણગાર, જુઓ અલ્હાદક દૃશ્ય
શક્તિસિંહ રાજપુત.અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51…
ADVERTISEMENT
શક્તિસિંહ રાજપુત.અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે. અંબાજી મંદિરને ગુજરાતનું ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. 14 જાન્યુઆરી ઉત્તરાયણ પર્વને લઈને અંબાજી મંદિર ખાતે ખેડબ્રહ્માના સેવાભાવી ભક્તો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ઉત્તરાયણના એક દિવસ અગાઉ એટલે કે, 13 જાન્યુઆરીના રોજ તેઓ અંબાજી મંદિર ખાતે આવીને અંબાજી મંદિરમાં રંગબેરંગી પતંગોનો શણગાર કરતા હોય છે.
PM મોદીની સુરક્ષાને તોડીને તેમની નજીક પહોંચી જનાર બાળકે જણાવ્યું કેમ આવું કર્યું
અખંડ જ્યોત આસપાસ પતંગોનો શણગાર
ADVERTISEMENT
અંબાજી મંદિરમાં નૃત્ય મંડપ અને ગર્ભગૃહની બહાર સેવાભાવી ભક્તો દ્વારા મંદિર પરિસર સહિત રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવે છે. જેમાં નાની મોટી પતંગો, હાર આકારની પતંગો, માછલી આકારની પતંગો, ફૂદા આકારની પતંગોનો તેઓ શણગાર કરતા હોય છે. જગવિખ્યાત યાત્રાધામ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું જગતજનની જગદંબા માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. આ મંદીરમાં છેલ્લા પાંચ વર્ષથી અંબાજી મંદિર ખાતે ખેડબ્રહ્માના માઈ ભક્તો ચેતનભાઇ પંચાલ અને તેમની ટીમ દ્વારા પતંગો લાવીને તેઓ શણગાર કરતા હોય છે. ગબ્બર પર્વત અખંડ જ્યોત આસપાસ પણ રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવ્યો છે અને અંબાજી મંદિરમાં પણ પતંગોનો શણગાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં, ગણપતિ મંદિર પાસે અને આસપાસના વિસ્તારોમાં રંગબેરંગી પતંગોનો શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે માઈ ભક્તોમાં અંબાજીના મંદિરમાં જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે તેઓ રંગબેરંગી પતંગોની સાથે સાથે માં અંબાના પણ દર્શન કરતા હોય છે.
ADVERTISEMENT
સંતાનો સાથે નથી તો શું થયું, એક બીજાનો આધાર બની કરશું ઉત્તરાયણઃ વૃદ્ધાશ્રમની મકર સંક્રાંતિ
જયઅંબે લખેલા પતંગો આકર્ષણનું કેન્દ્ર
અંબાજી મંદિરમાં વિવિધ પ્રકારના પતંગોનો શણગાર કરવામાં આવ્યો છે ત્યારે જય અંબે લખેલા પતંગો ભક્તોનું ધ્યાન ખાસ ખેંચી રહ્યા છે. ચેતનભાઇ પંચાલે જણાવ્યું હતું કે અમે જય અંબે કરેલા પતંગો ખાસ અંબાજી મંદિર માટે લાવતા હોઈએ છીએ અને અંબાજી મંદિરમાં શણગાર કરતા હોયએ છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT