બિલ્કીસ કેસમાં મુક્ત કરાયેલા દોષિતોની વધી શકે છે મુશ્કેલીઓ
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ બિલ્કીસ બાનો કેસમાં જે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટ ગેંગરેપ કેસમાં દોષિતોને રાહત આપવા વિરુદ્ધ…
ADVERTISEMENT
શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ બિલ્કીસ બાનો કેસમાં જે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટ ગેંગરેપ કેસમાં દોષિતોને રાહત આપવા વિરુદ્ધ બિલકિસ બાનોની અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. નોંધનીય છે કે વર્ષ 2002માં બિલ્કીસ બાનો સાથે ગેંગરેપના કેસમાં તમામ 11 દોષિતોને સમય પહેલા જ છોડી દેવામાં આવ્યા હતા.
સુરતમાં શ્વાને વધુ એકનો લીધો ભોગ, 6 વર્ષના બાળકનું મોત
વહેલી સુનાવણીની કરી વિનંતી
મળતી માહિતી મુજબ, બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માંગ કરી છે. તેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ખાતરી આપી હતી કે બે જજની બેંચ સુનાવણીની તારીખ નક્કી કરશે. આ ઉપરાંત, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે બિલ્કિસ બાનો અને તેના વકીલ શોભા ગુપ્તાને અરજીઓની સુનાવણી માટે નવી બેન્ચ બનાવવાની ખાતરી આપી છે. બીજી તરફ, બિલ્કીસ બાનોના વકીલ શોભા ગુપ્તાએ આ મામલે વહેલી સુનાવણીની વિનંતી કરી હતી.
Gujarat Covid19 Update: રાજ્યમાં એક્ટીવ કેસ 1,000ને પાર થયા, નવા 247 કેસ, 1નું મોત
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ચર્ચા શરૂ કરવા કહ્યું
નોંધનીય છે કે 2002ના ગોધરા કાંડ દરમિયાન બિલ્કીસ બાનો અને તેના પરિવારના સભ્યો પર બળાત્કાર અને હત્યાના દોષિતોને ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ અકાળે છોડી દેવામાં આવ્યા હતા. દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પરંતુ ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ ગયા વર્ષે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલા કેટલાક લોકોએ 15 વર્ષ અને કેટલાકે 18 વર્ષ જેલમાં વિતાવ્યા છે. કેન્દ્રને આ અંગે ચર્ચા કરવા પણ કહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT