જુનાગઢમાં ગિરનારીના ચરણોમાં બેસી કિર્તિદાન ગઢવીએ ગાયી સ્તૂતિ- Video
ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢ ખાતે ઘણા લોકો ગિરનાર પર્વત ખાતે આવી અહીં બિરાજમાન માતા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજે લોકગાયક કિર્તીદાન ગઢવીએ પરિવાર સાથે…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢ ખાતે ઘણા લોકો ગિરનાર પર્વત ખાતે આવી અહીં બિરાજમાન માતા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજે લોકગાયક કિર્તીદાન ગઢવીએ પરિવાર સાથે અહીં માતાજીના દર્શન કર્યા હતા. તે દરમિયાન તેમણે અહીં ગોખમાં માતાજીના ચરણોમાં બેસીને સ્તૂતી ગાયકી કરી હતી. તેમના અવાજમાં માં અંબાની આરાધનામાં જાણે ભક્તિનો રંગ રંગાયો હોય તેવું વાતાવરણ ઊભું થયું હતું.
જુનાગઢમાં ગિરનારી અંબાના દર્શન કરવા પહોંચેલા કિર્તીદાન ગઢવીએ ગાયી માતાજીની સ્તૂતિ, વીડિયો જોઈ ચાહકો થયા મંત્રમુગ્ધ, પરિવાર સાથે દર્શન કર્યા. જુઓ આ વીડિયો#junagadh #KirtidanGadhvi #Girnar #GTVideo pic.twitter.com/oRyT0tLxgO
— Gujarat Tak (@GujaratTak) February 1, 2023
કિર્તીદાન સાથે ફોટો પડાવા મંદિરમાં પડાપડી
જુનાગઢ ગીરીવર ગિરનાર પર્વતની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના રોપવે મારફત સફર કરી ભાવ સાથે માં અંબાના દર્શન કરતાં જાણીતા પાશ્વગાયક અને ભજનીક કિર્તીદાન ગઢવીએ પરિવાર સાથે માતાજીના દ્વારે પહોંચ્યા હતા. અહીં ભાવ સાથે તેમણે સહપરિવાર દર્શન કરી અને માતાજીની વંદના કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા મહંત તનસુખગીરી બાપુ વતી પૂજારીએ કિર્તીદાન ગઢવીને માતાજીની ચુંદડી ઓઢાડી અને સન્માનિત કર્યા હતા. આ તકે કિર્તીદાન ગઢવી એ માતાજીની સન્મુખ માતાજીની આરાધના કરી હતી. સાથે જ ઉપસ્થિત સૌ ભાવિક જનોએ કિર્તીદાનને માતાજીની વંદનાના કરતા જોઈ મંત્રમુગ્ધ થયા હતા. મંદિરમાં કિર્તીદાન સાથે સેલ્ફી લેવા પડાપડી થઈ હતી.
ADVERTISEMENT
સરકાર પેપર ફોડનાર માટે લાવશે કાયદો, પેપરફોડે તેની સંપત્તી, ખરીદે તેની કારકિર્દી જપ્ત
માતાજીના મંદિરનો મહિમા જાણ્યો
આ તકે કિર્તીદાન ગઢવીએ મંદિરમાં ટૂંકા રોકાણ દરમિયાન માતાજીની ગોખમાં ઊભા રહી અને ગિરનારના દિવ્ય દર્શન કરી ધન્ય બન્યા હતા. માતાજીના મંદિરનો મહિમા જાણ્યો હતો. આ તકે દાસારામ બિલ્ડર્સના અરવિંદભાઈ તેમની સાથે રહ્યા હતા. કિર્તીદાને અહીં માતાજીના ચરણોમાં પરિવાર સાથે બેસી સ્તૂતિ ગાઈ હતી. જેનો વીડિયો હવે સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે.
જુનાગઢ ગીરનાર ઉપર બિરાજમાન જગતજનની મા અંબાના કિર્તીદાન ગઢવીએ પરિવાર સાથે કર્યા દર્શન #junagadh #KirtidanGadhvi pic.twitter.com/NfLddNIcdW
— Gujarat Tak (@GujaratTak) February 1, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT