કચ્છઃ ચિત્રોડ હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ 20થી વધુ વ્યક્તિ ઘાયલ, 5ની હાલત ગંભીર

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છઃ રાપર અને જૂનાગઢ વચ્ચે દોડતી એસટી બસ અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માત ચિત્રોડ હાઈવે પર બન્યો છે. જેમાં બોલેરો કાર ડિવાઈડર કૂદાવીને રોંગ સાઈડ પર આવી જતા એસટી સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં 20થી વધારે વ્યક્તિ ઘાયલ થયા છે અને હજુ 5 વ્યક્તિ એવા છે કે જેઓ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

Bhart 6G Alliance: 5G થયું જુનું આવ્યો 6G નો જમાનો, અન્ય દેશો કરતા પહેલા આવશે ટેક્નોલોજી

વાહનો 50 ફૂટ દૂર ફેંકાયા
ચિત્રોડ-સીવલખા હાઈવે પર આજે એક મોટી દૂર્ઘટા સર્જાઈ છે. જેમાં એક બોલેરો કાર ભયાનક સ્પીડ સાથે એસટી બસને ભટકાઈ છે. આ કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર આવી ગઈ હતી અને ત્યાં એસટી સાથે અકસ્માત થયો હતો. બંને વચ્ચે ટક્કર પણ એટલી જોરદાર થઈ હતી કે જોનારાઓના પણ હૃદય ધબકારો ચુકી ગયા હતા. ટક્કર એટલી ખતરનાક હતી કે બંને વાહનો ટક્કર થયાથી 50 ફૂટ દૂર ફેંકાઈ ગયા હતા. અકસ્માતમાં વાંક કોનો હતો તે પોલીસ તપાસ દરમિયાન સામે આવશે પરંતુ હાલની સ્થિતિએ જોવા જઈએ તો આ અકસ્માતમાં 5 વ્યક્તિની હાલત ગંભીર છે. તેઓ હાલ મોત સામે ઝઝૂમી રહ્યા છે તો બીજી બાજુ અન્ય 20થી વધારે લોકો ઘાયલ પણ થયા છે.

ADVERTISEMENT

બોલેરોનું તો પડીકું વળી ગયું
બોલેરો કારનો તો એવો ક્ચ્ચરઘાણ વળી ગયો હતો કે તેની હાલત જોઈને પણ કોઈને માણસને કંપારી છૂટી જાય. વાહનની હાલત અકસ્માતની ગંભીરતાની રીતસરની ચાડી ખાઈ રહી હતી. આ તરફ ઘટનાની જાણ થતા 108 એમ્બ્યૂલન્સ વાન મારફતે ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુ પોલીસે આ ઘટનાની વધારે તપાસ શરૂ કરી છે.

(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT