કૌભાંડ બહાર ન આવે તે માટે કુંવરજી બાવળીયાએ સામાજિક આગેવાન પર હુમલો કરાવ્યો? જાણો ચોંકાવનારો કાંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : જસદણના વિંછીયામાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક સામાજિક આગેવાન પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સામાજિક આગેવાન મુકેશ રાજપરાને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિંઝીયાના સામાજિક આગેવાન મુકેશ રાજપરા પણ 6 અજાણ્યા લોકોએ હુમલો કરીને તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. મુકેશ રાજપરાની ઓફીસ બહાર 6 શખ્સોએ ભેગા મળીને પાઇપ અને ધોકા વડે હુમલો કરતા તેમના બંન્ને પગ ભાંગી ગયા હતા.

પગમાં ગોળી મારી દેવામાં આવતા ચકચાર
ઘટના એટલી ગંભીર હતી કે તેમને પગમાં પણ ગોળી મારવામાં આવી હતી. રાજપરાને ગંભીર રીતે ઘવાયેલી સ્થિતિમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ હુમલા બાદ રાજપરાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં આ હુમલા પાછળ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ગટર અને પાણીના કામમાં થયેલા કૌભાંડ અંગે તેઓ સતત અવાજ ઉઠાવતા રહેતા હતા. જેના કારણે મંત્રીને મારા પર પહેલાથી ખાર હતો. 2018 માં પણ તેઓએ મારા પર ફાયરિંગ કરાવ્યું હતું.

ગટરના કામ તથા હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓના આપઘાતના અનેક રહસ્યો
મુકેશ રાજપરાએ આક્ષેપ કર્યો કે, પાણી તથા ગટરના કામમાં તેઓએ પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપીને ખુબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હતો. જો આ કૌભાંડ બહાર આવે તો ખુબ જ મોટુ કૌભાંડ હોવાના કારણે તેઓએ મારા પર આ હુમલો કરાવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓની હોસ્ટેલમાં આપઘાત કેસ પણ ખુબ જ શંકાસ્પદ છે. તેના અનેક ચોંકાવનારા તથ્યો મારી પાસે હોવાથી વિદ્યાર્થીનીઓની જેમ મારુ પણ મોઢુ બંધ કરાવવા માટે તેઓએ આ હુમલો કરાવ્યો હતો. હું ટુંક જ સમયમાં આ અંગે આંદોલન કરું તે પહેલા તેમણે આ હુમલો કરાવ્યો છે. જો કે હું ચુપ રહેવાનો નથી. કુંવરજી બાવળીયાના કૌભાંડો બહાર લાવીશ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT