ક્ષાત્રવટનું રાજકોટમાં મહાશક્તિપ્રદર્શન, તૃપ્તિબાએ સભાના ઓવારણા લીધા અને કહ્યું-હવે અમે લડી લેવાની તૈયારીમાં...
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પર અડગ રહેલા ક્ષત્રિય સમાજનું આજે રાજકોટ ખાતે અસ્મિતા મહાસંમેલન (Kshatriya Sammelan Rajkot) યોજાયું છે.
ADVERTISEMENT
Parshottam Rupala Controversy: રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પર અડગ રહેલા ક્ષત્રિય સમાજનું આજે રાજકોટ ખાતે અસ્મિતા મહાસંમેલન (Kshatriya Sammelan Rajkot) યોજાયું છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. રતનપર ખાતે યોજાયેલ આ મહાસંમેલન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા છે. આ સંમેલનમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવુભા ડાડા, સંકલન સમિતિના ગુજરાત રાજ્યના તૃપ્તીબા રાઉલ, કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, વિરભદ્રસિંહ સંમેલનમાં હાજર રહ્યાં છે.
તૃપ્તીબા રાઉલે સભાના ઓવારણા લીધા
આ મહાસંમેલન તૃપ્તીબાએ જય ભવાની અને જય માતાજીના નાદ સાથે સભાના ઓવારણા લીધા હતા. સાથે જ તેમણે કહ્યું કે, મારો સમાજ જે એકઠો થયો છે તેને કોઈની નજર ના લાગે. વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લે અમારી સંકલન સમિતિની જામનગર મિટિંગ થઈ ત્યારે મારાથી એમ જ બોલાઈ ગયું હતું કે, ક્યા સુધી આપણે આપણા સંતાનોને શિવાજીની વાતો કરીશું? ક્યા સુધી રાણી લક્ષ્મીબાઈ કે જીજાબાઈની વાતો કરીશું? મારી ને તમારી અંદર કોઈ રાણો ઊભો થાય. તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભી થાય અને આજે આ સમય છે આપણો ગૌરવવંતો ઈતિહાસની રક્ષા કરવાનો. તારે મારી સામે અત્યારે હજારો રાણાઓ બેઠા છે, હજારો લક્ષ્મીબાઈઓ બેઠી છે એને હું વધાવુ છું. ખાલી રૂપાલા સાહેબને નહીં, દરેક રાજકીય નેતાને કહું છું કે, તમારા સારા કાર્યની જો જનતા વાહ-વાહ કરતી હોય તો તમારી એક ભૂલને પણ હાયહાયની તૈયારી રાખવી જોઈએ. બે દિવસ પહેલા જામનગરમાં ક્ષત્રાણીઓ સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી તેને હું વખોડી કાઢું છું. આ સાથે કહું છું કે, આજ પછી મારી ક્ષત્રાણી બહેનોનો એક છેડો પણ કોઈ પરપુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે, પછી તમે તેને નહીં રોકી શકો.
ડાયરા કલાકારો પર તૃપ્તીબાના ચાબખા
સાથે જ તેમણે ક્ષત્રિય ડાયરા કલાકારોને પણ ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજનો ઇતિહાસ ઘણા ડાયરા કલાકારોએ ગાયા છે ભલે તમને ખરાબ લાગે આપના અંગત પરિવારના સદસ્યો હશે પણ હવે હવે કયા પૈસો ઉડાવવો કયા નહીં હવે તમને ખબર હોવી જોઇએ. આપણે આટલું લડ્યાં પછી પણ આપણો અવાજ એમને ધ્યાનમાં ન આવતો હોય તો વિચાર કરો કે, એક વ્યક્તિગત કોઈના અત્યાચારની ભોગ ગુજરાતની કોઈ દીકરી બની હશે, ત્યારે કોણ તેને સાંભળતું હશે? આપણે જ્યારે રાજ કરતા ત્યારે બધાના ન્યાય માટે લડતા. આજે ભલે રાજ નથી પણ ન્યાય માટે લડવાનો આપણો અધિકાર છે.
ADVERTISEMENT
Unseasonal Rain: અમદાવાદના વાતાવરણમાં પલટો, ભર ઉનાળે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ
ગોગામેડીના પત્નીને કર્યા નજરકેદ
રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. ત્યારે મૃતક સુખદેવ સિંહ ગોગામેડીના પત્ની શિલાદેવીને ક્ષત્રિય મહાસંમેલનમાં જવા દેવામાં આવ્યા નથી તે રાજકોટ પહોંચે તે પહેલા જ તેમને નજર કેદ કરવામાં આવ્યા છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના પત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય સુધી નજરકેદમાં રાખવામાં આવશે. ખાનગી રીતે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી રહી છે.
13 એકર જગ્યામાં આ મહાસંમેલનનું આયોજન
રાજકોટ ખાતે આવેલ રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી ક્ષત્રિયો રાજકોટ ખાતે ઊમટી પડ્યા છે. આ માટે રાજ્યભરમાંથી 50000 ક્ષત્રિયો સંમેલનમાં હાજર રહ્યા છે. રાજ્યભરમાંથી 1300 બસ અને 4600 ફોરવહીલ સહિતના વાહનોમાં ક્ષત્રિયો અહીં પહોંચ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT