Kheda: વડતાલના ગોમતી તળાવમાં પગ લપસતા 3 વિદ્યાર્થીઓના મોત, 2નું કરાયું રેસ્ક્યુ

ADVERTISEMENT

Vadtal Gomti Lake
Vadtal Gomti Lake
social share
google news

Vadtal Accident: ખેડામાં ધુળેટીના તહેવારમાં જ કરુણ દુર્ઘટના સર્જાઈ છે. વડતાલ સ્થિત ગોમતી તળાવમાં ડૂબી જતા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ડૂબતા બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ નડિયાદ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને ડૂબેલા વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં કેવી રીતે લાગી આગ, જેમાં 13 લોકો દાઝ્યા; મુખ્યમંત્રીએ કહ્યું 'દુઃખદ'

તળાવમાં નાહવા જતા પગ લપસ્યો

વિગતો મુજબ, આજે ધુળેટીના પર્વએ 12 વિદ્યાર્થીઓના ગૃપ સાથે આવેલા 5 વિદ્યાર્થીઓ વડતાલના ગોમતી તળાવમાં ડૂબ્યા હતા. તળાવમાં નાહવા માટે પડેલા આ વિદ્યાર્થીઓનો પગ લપસતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે 2 વિદ્યાર્થીઓને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 3નાં મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો: Ambaji: મા અંબાના ચોકમાં પ્રગટાવેલી હોળી પરથી વરસાદનો વરતારો, ખેડૂતો માટે કેવું રહેશે આ વર્ષ?

તળાવમાંથી 3 મૃતદેહો બહાર કઢાયા

વિગત મુજબ, તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમ.વી પટેલ કોલેજના હતા. તળાવમાંથી નડિયાદ ફાયર વિભાગની ટીમે ત્રણેય વિદ્યાર્થીઓના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમને પોસ્ટમોર્ટમ માટે કરમસદની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. 

ADVERTISEMENT

(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
 

    follow whatsapp

    ADVERTISEMENT