ડાકોરમાં કેરાલા સ્ટોરી જેવી ઘટનાઃ દીકરીના આપઘાત પછી પિતાએ સાંભળ્યા કોલ રેકોર્ડિંગ્સ અને…
હેતાલી શાહ.આણંદઃ હાલ કેરાલા સ્ટોરી ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે અને આવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના ડાકોરમાંથી સામે આવ્યો છે કે જ્યાં એક યુવકે…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ હાલ કેરાલા સ્ટોરી ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે અને આવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના ડાકોરમાંથી સામે આવ્યો છે કે જ્યાં એક યુવકે યુવતીને માનસિક ત્રાસ આપતા તેણે આત્મહત્યા કરી લીધી. મહત્વનું છે કે જે આ યુવતીએ આત્મહત્યા કરી તે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની યુવાન દીકરી હતી. માતા પિતા સામાજીક પ્રસંગમાં ગયા હતા. દરમિયાન દીકરીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આ યુવતી આણંદના ચાંગાના વિધર્મી યુવકના પ્રેમમાં ફસાઈ હતી. બાદમાં યુવતીને હકીકતનો ખ્યાલ આવતા તેણે વિધર્મી યુવક સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જેને લઈને યુવકે યુવતીને હેરાન પરેશાન કરી આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે આ ઘટનાને લઈને ફરિયાદના આધારે વિધર્મી યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પિતાએ દીકરીના કોલ રેકોર્ડિંગ્સ સાંભળ્યા તો…
મળતી માહિતી અનુસાર મૂળ લુણાવાડા પંથકના વતની અને ડાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે ડાકોર ખાતે રહે છે. તેમની 21 વર્ષીય પુત્રી નડિયાદની એક નર્સિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેના અભ્યાસને પૂર્ણ થવામાં માત્ર બે મહિના જેટલો જ સમય બાકી હતો અને હાલમાં તો પરીક્ષાઓ પણ ચાલી રહી છે. દરમિયાન ગત 11 મે ના રોજ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય પોલીસ કર્મચારી, તેમની પત્ની અને પુત્ર પોતાના વતન ગયા હતા પરંતુ કોલેજમાં પરીક્ષાઓ ચાલતી હોવાથી તે ઘરે એકલી જ હતી. જોકે માતા પિતાએ દીકરી સાથે રોજ ફોન પર વાતચીત પણ થતી હતી. જે દિવસે દીકરીએ આત્મહત્યા કરી તે દિવસે દીકરીની માતાએ યુવતી સાથે ફોન પર વાત કરી હતી ત્યારે પુત્રી કોલેજ જવા માટે તૈયાર થઈ રહી હતી. જો કે બપોરે પોતાની પુત્રી જમી કે કેમ તે જાણવા માટે ફરી વખત માતાએ ફોન કર્યો હતો પણ ફોન બંધાવતા દીકરી પરીક્ષા આપતી હશે એટલે ફોન બંધ આવતો હશે તેવું માનીને બીજી વખત ફોન જ ન કર્યો. સાંજ સુધી દીકરીનો ફોન સતત બંધાવતા ચિંતિત બનેલા માતા-પિતાએ તેમના પાડોશીને પુત્રી સાથે વાત કરાવવા માટે કહ્યું હતું. જેને લઈને પાડોશી તેમના ઘરે જતા દરવાજો બંધ હતો. પાડોશીએ દરવાજો ખખડાવ્યો છતાય દરવાજો અંદરથી ખુલ્યો જ નહીં કદાચ દીકરી ઘસઘસાટ ઊંઘમાં હશે તેવો વિચાર કરીને પાડોશી સતત દરવાજો ખખડાવતા હતા અને બૂમો પાડી રહ્યા હતા. છતાંય દરવાજો ન ખોલતા માતા પિતાએ પાડોશીને દરવાજો તોડી નાખવા માટે જણાવ્યું હતું. જેને લઈને પાડોશીઓએ ભેગા થઈને દરવાજો તોડી અંદર પહોંચ્યા તો દીકરી ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પાડોશીઓએ આ અંગેની જાણ કરતા જ આઘાતમાં સરી ગયેલો પોલીસ પરિવાર તાત્કાલિક ડાકોર દોડી આવ્યો અને ડાકોર પોલીસ મથકે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનો દીકરીનો મૃતદેહ લઈને તેમના વતન ગયા હતા અને હિંદુ સંસ્કૃતિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાદમાં પોલીસમાં ફરજ બજાવતા પિતા ડાકોર પોતાના ઘરે પરત આવ્યા અને પુત્રીનો ફોન ચેક કર્યો જેમાં 11 અને 12 મહિના રોજ એક નંબર પર ઘણી બધી વખત વાતો થઈ હતી. જોકે ફોનમાં તે બધી વાતોનું રેકોર્ડિંગ પણ થયું હતું. જેથી પોલીસ કર્મચારીએ તમામ કોલના રેકોર્ડિંગ સાંભળતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કોલ રેકોર્ડિંગ પરથી સામે આવ્યું કે અબ્દુલ્લા મોમીન ફોન કરીને તેને ત્રાસ આપતો હતો. અબ્દુલ્લા સાથે દીકરીના સંબંધ હોવાનું પણ રેકોર્ડિંગ પરથી જાણવા મળ્યું હતું. જોકે આ દીકરીએ આ સંબંધ તોડી નાખતા વિધર્મી યુવકે આ યુવતી કોઈ બીજા યુવક સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ હોવાની શંકા રાખી હતી અને એના આધારે અબ્દુલ્લા નામનો યુવક તેને રોજ માનસિક રીતે હેરાન કરતો હતો.
ચોરે પોલીસ માટે લખી ચીઠ્ઠીઃ ઝાલોદમાં હીરોના શોરૂમમાં ચોરી કર્યા પછી ચોરની ‘શાણપટ્ટી’
કોલ રેકોર્ડિંગના અંશો
કોલ રેકોર્ડિંગ અનુસાર, “તુ સ્કોર્પીયન કિંગ છોકરા સાથે વાતો કરે છે “, ” મારી પાસે તો તારો વડતાલનો વીડિયો છે મેં પ્લાનીંગથી આ બધુ કરેલું છે. “, ” તું વાતો કરતી હતી તેનું શું, કેટલા સમય થી વાત ચાલુ છે “, ” તું મને એ છોકરા સાથે વાત કરાય તો તને છોડી દઈશ “, ” કોલેજ તથા બધી બાજુથી તું જઇશ”, “હું કોલેજમાં આવું છું “, કાલે પેપરના દિવસે આવીશ. ” તારે છોકરા જોડે શું હતું ? સાહેબોને કહી દઇશ અને તને રસ્ટીકેટ કરાવી દઇશ “, ” તું આજે રજા પાડું છું કે નહીં ? તને બરબાદ કરીને છોડીશ “, ” મારો ફોન એક રીંગમાં ઉઠાવી લેજે, તારા પપ્પાને પણ મેસેજ કરીશ “. તું ડેટા ઓન ના કરતી “, મારા દેખતા મરી જા ”
ADVERTISEMENT
આ ઓડીયો રેકોર્ડમાં દિકરી બોલે છે કે ” તે કુરાને શરીફની કસમ ખાઇ મારી જોડે સંબંધ બાંધ્યો ” “હું મરી જઇશ”, “હું મરી જઈશ “, ” મારી સાથે જુઠુ બોલીને કુરાને શરીફની કસમ ખાઈને જ સંબંધ બાંધ્યો મારી જોડે ” હું તને પગે પડું છું “, ” તારા પગે પડી જઇશ, મને માફ કરી દે, માફ કરી દે મને “, ” મને માફ કરી દે..હું મરી જઇ આજે તો હું નહીં બચુ, મરી જઈશ. બધું પ્રુફ રાખીને જઇશ ” મારી નાખી તે”
પાટણ: ‘ચીફ ઓફિસર સંજય પટેલના કારણે 4000 થી વધુ લોકો મૃતદેહ વાળું પીવું પડ્યું, સસ્પેન્ડ કરો’
આ સિવાય પણ બંને વચ્ચે ઘણી બધી વાતચીતના કોલ રેકોર્ડિંગ છે જેમાં દીકરીના પિતા એવા પોલીસ કર્મીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સતત આણંદ જિલ્લાના ચાંગામાં રહેતો અબ્દુલ્લા અકબરમાં ભાઈ મોમીન નામનો યુવક તેને માનસિક રૂપથી હેરાન કરી મરવા માટે મજબૂર કરતો હતો. તેને અવારનવાર બ્લેકમેલ કરી તેને મરવા માટે મજબૂર કરી દીધી. જેને લઈને આ યુવતીએ આખરે કંટાળીને ગળે ફાંસો ખાઈને અપઘાત કરી લીધો. આ ઘટનાને લઈને હાલ પરિજનો શોકગ્રસ્ત છે પરંતુ કેરાલા સ્ટોરી જેવી જ ઘટના સામે આવતા પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે અને યુવકને ઝડપી પાડવા માટે કાર્યવાહી પણ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT