કડીની ચકચારી 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયોઃ ગોવામાં મજા કરવા લવરમુછીયાઓએ કર્યું આ કામ

ADVERTISEMENT

કડીની ચકચારી 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયોઃ ગોવામાં મજા કરવા લવરમુછીયાઓએ કર્યું આ કામ
કડીની ચકચારી 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયોઃ ગોવામાં મજા કરવા લવરમુછીયાઓએ કર્યું આ કામ
social share
google news

કામિની આચાર્ય.મહેસાણાઃ કડીના બહુચર્ચીત લૂંટ કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં પાંચ લવરમુછીયા યુવકોએ ગોવામાં મોજ મજા કરવા લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. કડીમાં જીરિંગ મિલોમાંથી રૂપિયાની ઉઘરાણી કરી ઓફિસે પરત જઈ રહેલા કડીના બાલાજી બ્રોકસના મહેતાજીના સ્કૂટરને ગાડીની ટક્કર મારી બે બાઈક સવાર 52 લાખની લૂંટ કરી ભાગી ગયા હતા. આ કેસમાં મહેસાણા જિલ્લા પોલીસે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી સમગ્ર લૂંટનો ભેદ ઉકેલ્યો છે. કડીમાં જીરિંગ મિલોમાંથી રૂપિયાની ઉઘરાણી કરી ઓફિસે પરત જઈ રહેલા કડીના બાલાજી બ્રોકસના મહેતાજીના પાસેથી 52 લાખની લૂંટ કરી બાઈક સવાર શખ્સો ભાગી ગયા હતા. આ કેસમાં મહેસાણા જિલ્લા પોલીસે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી સમગ્ર લૂંટનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ કેસમાં 5 શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓ ક્રાઈમ પેટ્રોલ સીરીયલ જોવાના રસિયા હોવાનું પણ પોલીસ સમક્ષ આવ્યું હતું. આ પાંચ મિત્રોએ ભેગા મળીને સમગ્ર લૂંટનું પ્લાનિંગ બનાવ્યું હતું.

કેવી રીતે કરી હતી લૂંટ
બાલાજી બ્રોકર્સ નામની પેઢીના મહેતાજી જગદીશભાઈ પટેલ ચાર દિવસ પહેલા ગુરુવારે બપોરે સ્થાનિક જીનીંગ મિલોમાથી હિસાબની નીકળતી રકમ મળીને કુલ 52 લાખ જેટલી રોકડ બેગમાં મૂકીને તેમની કંપનીમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના સ્કૂટરને ટક્કર મારી 52 લાખ ભરેલા થેલા ની લૂંટ થઈ હતી. આ બહુચર્ચિત લૂંટ કેસમાં પોલીસની સાત વધુ ટીમો કામે લાગી હતી. અને ઘટના સ્થળ નજીકથી મળી આવેલા સીસી ફૂટેજના આધારે પોલીસ પાંચ આરોપીઓ સુધી પહોંચી હતી. આ લૂંટ કેસમાં કડીના રાજપુર ગામના ઝડપાયેલા પાંચ લબરમુછીયા લૂંટારોઓની પૂછપરછ હાથ ધરાઈ છે.

અમદાવાદની 50 લાખની લૂંટના કેસમાં ફરિયાદી સહિત પોલીસે 5ને ઝડપ્યા

ગોવામાં મોજ મજા કરવા લૂંટને અંજામ આપ્યો
જાણવા મળ્યા મુજબ, પકડાયેલા આ આરોપીઓને ગોવા ફરવા જવું હતું પણ ખિસ્સામાં પૈસા નહોતા. એક કથિત આરોપીને બાદ કરતા ચારેય યુવકોએ ધોરણ 11 થી 12 બાદ અભ્યાસ છોડી દીધો હતો. આશરે ૧૯ થી ૨૦ વર્ષના આ લવરમુછિયા યુવકોને ગોવા ફરવા જવું હતું અને મોજ મસ્તી કરવા માટે તેમની પાસે પૈસા ન હોય લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પાંચે મિત્રોએ ભેગા થઈને લૂંટને અંજામ આપવા માટે ૧૦ થી ૧૫ દિવસ સુધી બેંકો તેમજ વિવિધ પેઢીઓમાં રેકી કરી હતી અને સૌથી વધુ રકમ લૂંટવા માટેનો પ્લાન બનાવ્યો હતો.

ADVERTISEMENT

Crime Patrol જોઈ ખોટા રવાડે ચઢેલા યુવકો ફસાયા
લૂંટ કેસમાં ઝડપાયેલા આ યુવકો Crime Patrol જોવાના શોખીન હતા. Crime Patrol માં આવતી વિવિધ સ્ટોરીઓને ધ્યાનમાં રાખીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસથી બચવા માટેના તેમણે અવનવા કીમિયા અજમાવ્યા હતા. પરંતુ ગુનામાં ઉપયોગમાં લીધેલી વાદળી કલરની ગાડીએ તેમનો ભાંડો ફોડી નાખ્યો હતો.

Exclusive: કેનેડાના એ સ્થળનો Video આવ્યો સામે જ્યાં ભાવનગરના DySP પુત્રની મળી હતી લાશ

લૂંટ કરવા માટે બપોરનો સમય કેમ પસંદ કર્યો
કડીમાં ધોળે દાડે લૂંટ કરવાના પ્રકરણમાં ઝડપાયેલા પાંચ લૂંટારુઓની હાલમાં પોલીસ પૂછપરછ કરી રહી છે અને બપોરે ત્રણ વાગ્યે જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર પ્રકરણ ઉપરથી પડદો ઉચકવાના છે ત્યારે કહેવાય છે કે ઝડપાયેલા લૂંટારૂઓએ રોડ ઉપર વસ્તીની અવર-જવર ઓછી હોય અને પોલીસ પેટ્રોલિંગ તેમજ પોલીસ પોઇન્ટ ઉપર ન હોય તે માટે બપોરનો સમય લૂંટ માટે પસંદ કર્યો હતો. આ કેસમાં પોલીસે કરેલી તપાસમાં સીસીટીવી કેમેરામાં મળેલા ફૂટેજે તમામનો ભાંડો ફોડી નાખ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT