બેટી બચાઓ અભિયાન પૂરજોશમાં છતાં દીકરી સાથે આવું કેમ? કેમ ડરે છે દીકરીના માતા પિતા? જૂનાગઢની ચોંકાવનારી ઘટના
ભાર્ગવી જોશી.જૂનાગઢઃ જૂનાગઢમાં બુંદેલા રાજપૂત સમાજની અસ્થિર મગજની યુવતી પર કરવામાં આવેલા જધન્ય અપરાધ બાદ સમાજના લોકો આજે એકઠા થયા હતા. સમાજના લોકોની માંગ છે…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી.જૂનાગઢઃ જૂનાગઢમાં બુંદેલા રાજપૂત સમાજની અસ્થિર મગજની યુવતી પર કરવામાં આવેલા જધન્ય અપરાધ બાદ સમાજના લોકો આજે એકઠા થયા હતા. સમાજના લોકોની માંગ છે કે દેશમાં એવો કોઈ કડક કાયદો બનાવવો જોઈએ કે દેશના દરેક સમાજની દીકરી સુરક્ષિત જીવન જીવી શકે આવા કોઈ કૃત્યનો ભોગ ન બને. સાથે જ તે કાયદાની અમલવારીમાં પણ કડકાઈ જોવા મળે તે પણ એટલુ જ જરૂરી હોવાનું કહ્યું છે.
ઈસ્ત્રી કરવાના બહાને બોલાવી અને…
આ ઘટના અંગે યુવતીના ભાભીએ જણાવ્યું હતું કે, જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા બુંદેલા ફેમિલીમાં કોરોનામાં માતા પિતાને ગુમાવી ચૂકેલી અને માનસિક રીતે અસ્થિર યુવતી પર જગદીશ વાજા નામના શખ્સે તકનો લાભ લઇ જઘન્ય અપરાધ કરતું કૃત્ય કર્યું હતું. તેણે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ઘરે એકલી જ હોય ઇસ્ત્રી કરવાના બહાને કપડાં લેવા બોલાવી તે સમયે યુવતીના ભાઈ ભાભી બાળકને દવાખાના દાખલ કરેલું હોય સવારથી સાંજ ઘરે ન્હોતા. ઘરે પહોંચ્યા ત્યારે ઘટના અંગે જાણ થતાં પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે પણ તરત જ આરોપીને પકડી પાડ્યો છે. અમે માંગ કરીએ છીએ કે સરકાર આ શખ્સને સખત સજા કરે.
ખેડાઃ વસો તાલુકા પંચાયતના કર્મચારીને આવ્યો હાર્ટ એટેક, ‘મેરી મીટ્ટી મેરા દેશ’ કાર્યક્રમથી પાછા આવ્યા અને…
કેમ ડરે છે માતા પિતા?
આ અંગે સમાજના પ્રમુખ અક્ષય ચૌહાણે કહ્યું કે, અમે એસપીને મળી રજૂઆત કરી છે કે આ શખ્સને ટ્રાયલ કોર્ટમાં કેસ ચલાવી સખત સજા થાય અને જામીન પર ન છૂટે. અમને ડર છે કે જો છૂટશે તો આ કેસમાં નુકસાન કરશે. સરકાર કોઈ એવો કાયદો બનાવે કે જે કાયદા દ્વારા દરેક સમાજની દીકરીઓને સંરક્ષણ આપવામાં આવે.
ADVERTISEMENT
સમગ્ર સમાજ માંગ કરી રહ્યો છે કે પોલીસ તેનું કામ સારી રીતે કરે પરંતુ અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે કોઈ એવો કાયદો બનાવે કે જેથી હવે અમારી દીકરી જેવી અનેક દીકરીઓ પર જઘન્ય દુષ્કર્મ આચરનારા સો વાર વિચાર કરે. અમે દીકરીઓને એકલી મૂકતા ડરીએ છીએ, દીકરી સ્કૂલે, ટ્યુશન, કોલેજમાં, નોકરી પર, ફરવા, રમવા જતી હોય તો ઘરે ન આવે ત્યાં સુધી ચિંતા રહે છે. અમારે દીકરીને ઘરે મૂકીને જવું પડે ત્યારે પણ ચિંતા રહે છે. સરકાર આ માટે કોઈ સખત કાયદો બનાવી દીકરીઓને સુરક્ષા આપેએ ખૂબ જરૂરી છે.
ADVERTISEMENT