વાપીના વેપારી પર ઈન્કમ ટેક્સ વિભાગની તવાઈઃ શાહ પેપર મિલમાં IT અધિકારીઓના ધામા
વલસાડઃ આઈટી વિભાગ દ્વારા વાપીના એક વેપારીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઈન્કમ ટેક્સ વિભાગની અચાનક એન્ટ્રી સાથે પેપર મિલના વેપારીને ત્યાં કાર્યવાહીથી…
ADVERTISEMENT
વલસાડઃ આઈટી વિભાગ દ્વારા વાપીના એક વેપારીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઈન્કમ ટેક્સ વિભાગની અચાનક એન્ટ્રી સાથે પેપર મિલના વેપારીને ત્યાં કાર્યવાહીથી પેપર મીલ ઉદ્યોગ જગતના વર્તુળોમાં ફફડાટ જોવા મળ્યો છે. ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ આજે ગુરુવારે સવારે જ વાપી ખાતેની એક પેપર મિલમાં ધામા નાખ્યા હતા.
નહીં વધે EMI, વ્યાજદરમાં વધારાનો દોર 6 ઝટકા બાદ અટક્યો, જાણો શું કહ્યું શક્તિકાંત દાસે
ITની કાર્યવાહીથી ઔદ્યોગિક જગતમાં ચર્ચાનો દૌર
વાપીમાં આજે ગુરુવારે ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ અચાનક શાહ પેપર મિલમાં આવી પહોંચ્યા હતા. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વાપીની અગ્રણી પેપર મિલ પૈકીની એક છે શાહ પેપર મિલ કે જ્યાં ઈન્કમ ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આઈટીના સર્ચ ઓપરેશનને પગલે પેપર મિલના અન્ય ધંધાદારીઓ ઉપરાંત વાપીના ઔદ્યોગિક જગતમાં પણ ફફડાટ અને ચર્ચાઓનો માહોલ જોવા મળ્યો હતો. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા પેપર મિલ ઉપરાંત તેના સંબંધિત અન્ય સ્થળો પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયા છે.
(ઈનપુટઃ કૌશીક જોશી, વલસાડ)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT