'ભાજપ આજે ભોઠું પડ્યું', Isudan Gadhvi એ કહ્યું- 156માંથી 60થી 70 ધારાસભ્યોની જાગશે અંતર આત્મા
Isudan Gadhvi's attack on BJP: ગુજરાતના રાજકારણમાં આજે સવારે એક સમાચારે રાજકીય ભૂકંપ સર્જ્યો હતો. એક તરફ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તો બીજી તરફ વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ધારાસભ્ય કેતન ઈનામદારનું ધારાસભ્ય પદેથી રાજીનામું
ભરતી મેળાની મૌસમ વચ્ચે આંતરિક વિવાદ ઊભો થયો
AAPના ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું
Isudan Gadhvi's attack on BJP: ગુજરાતના રાજકારણમાં આજે સવારે એક સમાચારે રાજકીય ભૂકંપ સર્જ્યો હતો. એક તરફ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તો બીજી તરફ વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ભાજપના ભરતી મેળાની મૌસમ વચ્ચે આંતરિક વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ રાહુલજીને લોકસભાની જવાબદારી સોંપાતા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઈનામદારના રાજીનામા બાદ તેઓને મનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે, ભાજપના અનેક દિગ્ગજો તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ વચ્ચે આ મામલે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે.
ભાજપમાં ભરતી મેળવા વચ્ચે મોટું ગાબડુંઃ ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, અનેક લાલચો આપીને વિપક્ષના ધારાસભ્યોને તોડનારી ભારતીય જનતા પાર્ટીમાં જ ગાબડું પડ્યું છે. ભાજપના જ એક ધારાસભ્યની અંતર આત્મા જાગી ગઈ છે અને તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. હજુ આગળ જતાં અનેક ભાજપના ધારાસભ્યોની અંતર આત્મા જાગી શકે છે અને તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Vadodara ભાજપમાં ભડકો! કેતન ઈનામદારના સમર્થનમાં બીજા 15 રાજીનામાં પડ્યા, પાટીલે કહ્યું- નારાજગી તો થાય
'ભાજપના ધારાસભ્યની જાગી અંતર આત્મા'
તેઓએ કહ્યું કે, વિપક્ષના નેતાઓને વારંવાર રાજીનામા અપાવતું ભાજપ આજે ભોઠું પડ્યું છે, આજે ભાજપના જ એક ચાલું ધારાસભ્યની અંતર આત્મા જાગી છે, ભાજપમાં જ ભડકો શરૂ થઈ ગયો છે. હજું તો એક ધારાસભ્યનું રાજીનામું આવ્યું છે, કેટલાય ધારાસભ્યો નારાજ છે.
'2026 આવતા આવતા ઘણાની જાગશે અંતર આત્મા'
તેઓએ જણાવ્યું કે, 'મને લાગે છે કે 2026 આવતા આવતા 156માંથી કદાચ એવું પણ બની શકે કે 60થી 70 ધારાસભ્યોની અંતર આત્મા જાગી જાય' અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ કુલદીપસિંહ રાઉલજીને ડભોઇ વિધાનસભાની જવાબદારી સોંપાઈ હતી. તો ધારાસભ્ય શૈલેષ મહેતાને વાઘોડિયાની જવાબદારી સોંપાઈ છે. કેતન ઇનામદારના રાજીનામાં પાછળ આ જવાબદારી કારણભૂત હોઈ શકે છે. તો બીજી તરફ કેતન ઇનામદારનું શક્તિ પ્રદર્શન થતું જોવા મળી રહ્યું છે. રાજીનામાંની ખબર બાદ કેતન ઇનામદારના ઘરે કાર્યકરોનો જમાવડો થયો છે. મોટી સંખ્યામાં કાર્યકરો કેતન ઈનામદારના ઘરે પહોંચી રહ્યાં છે. ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા કેતન ઇનામદારને મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તે પોતાનું રાજીનામું પાછું ખેંચીલે. પરંતુ મીડિયા સાથેની વાતચીતમાં હાલ એવું દેખાઈ રહ્યું છે કે કેતન ઇનામદાર પોતાની વાત પર અડગ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 9 ચોપડી ભણેલા ગઠિયાએ ધારાસભ્ય, IPS-IASના નામથી 48 ફેક ID બનાવ્યા, લોકો પાસેથી લાખો ખંખેરી લીધા
કેતન ઈનામદારનો મોટો આરોપ
રાજીનામાં પર કેતન ઈનામદારનું કહેવું છે કે, પક્ષમાં નાના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી છે. તમામ જગ્યાએ રજૂઆત છતાં હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. છેલ્લા 11 વર્ષ 3 મહિનાથી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. મે અગાઉ પણ કહ્યું હતું કે તમામનું માન જાળવો. આ કેતન ઈનામદારનો અવાજ નથી આ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાનો અવાજ છે. નવા લોકોના આવવાથી જૂના કાર્યકર્તાની અવગણના ન થવી જોઇએ. પોતાના માન સન્માન ના ભોગે કોઈ પણ વસ્તુ ચલાવવામાં આવશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT