Independence Day 2024: ગુજરાતના 21 પોલીસ જવાનોને પ્રેસિડેન્ટ મેડલ તથા વિશિષ્ટ સેવા મેડલ અપાશે, જુઓ આખું લિસ્ટ

ADVERTISEMENT

ગુજરાત પોલીસકર્મીને મળશે સન્માન
Independence Day 2024
social share
google news

Independence Day 2024: આ વર્ષે દેશ ગુરુવારે 78મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા બુધવારે સરકારે જવાનોને રાષ્ટ્રપતિ મેડલ આપવાની જાહેરાત કરી છે. આ વર્ષે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1037 જવાનોને વીરતા અને સેવા ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, 1037 સુસુરક્ષાકર્મીઓને તેમની અસાધારણ સેવાઓ માટે સન્માન આપવામાં આવશે. 

ગુજરાતના કેટલા જવાનને મળશે મેડલ?

વિગતો મુજબ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક (PSM) સેવામાં ખાસ કરીને વિશિષ્ટ રેકોર્ડ માટે આપવામાં આવે છે, અને મેડલ ફોર મેરીટોરિયસ સર્વિસ (MSM) સંસાધન અને ફરજ પ્રત્યેની નિષ્ઠા ધરાવતી મૂલ્યવાન સેવા માટે એનાયત કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાંથી કુલ 19 પોલીસ કર્મચારી અને અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે. ગુજરાતના 2 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક PSMથી સન્માનિત કરાશે, જ્યારે 19 પોલીસ અધિકારી/કર્મીઓને મેરીટોરીયસ સર્વિસ MSMથી સન્માનિત કરાશે.

મંત્રાલયે જાહેર કર્યા નામ

જે લોકોને સન્માન મળશે, તેમના નામ ગૃહ મંત્રાલયે જાહેર કરી દીધા છે. જેમાં  ગુજરાતથી DSP બળવંતસિંહ હેમતુજી ચાવડાને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરવામાં આવશે. સબ ઈન્સ્પેક્ટર ભરતકુમાર મનુભાઈ બોરાણાને પણ  પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે. 

ADVERTISEMENT

 પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ પદક જે અધિકારીઓને મળશે તેમની સૂચિ

 

    follow whatsapp

    ADVERTISEMENT