હવે વડોદરામાં 'તથ્યકાંડ' જેવી ઘટના, નબીરાએ કારથી બ્રિજની સાઈડમાં બેઠેલા 3ને ઉલાળ્યા; એક યુવકનું મોત

ADVERTISEMENT

હવે વડોદરામાં 'તથ્યકાંડ' જેવી ઘટના
Vadodara News
social share
google news

Vadodara News: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જ્યા બાદ હજુ પણ અનેક નબીરાઓ બેફામ વાહન હંકારીને અકસ્માત સર્જી રહ્યાં છે. આવો જ વધુ એક બનાવ વડોદરાના આકોટા દાંડિયાબજાર બ્રિજ પરથી સામે આવ્યો છે. જેમાં રાત્રે નબીરાએ બ્રિજની સાઈડમાં બેઠેલા યુવક અને યુવતીઓ પર કાર ચડાવી દીધી હતી. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો બે યુવતીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે.

પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

મળતી માહિતી અનુસાર, વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે એક કાર ચાલકે 2 એક્ટિવા અને બ્રિજની સાઈડમાં બેઠેલા યુવક અને યુવતીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળાં ઊમટ્યા હતા.  આ બનાવને લઈ DCP લીના પાટીલ સહિત અકોટા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચોઃ બનાસકાંઠા: ગેનીબેન ઠાકોર અને ડો.રેખાબેન ચૌધરીએ પોતાના ફોર્મ રદ કરવા અરજી આપી! હવે શું થશે?

 

ADVERTISEMENT

કાર ચાલક નશાની હાલતમાં હતોઃ નજરે જાનાર

આ અકસ્માતમાં પારૂલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા 24 વર્ષીય આકાશ રાકેશભાઈ ચોબલે નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવતી આસ્થા પરીખ અને પ્રિતી શર્માને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અકસ્માતને નજરે જોનારે પોલીસને જણાવ્યું હતું કે, કારચાલક ઓવરસ્પીડમાં હતી અને કાર ચાલક નશાની હાલતમાં હતો. 

આ પણ વાંચોઃ IPL 2024: હાર્દિક પંડ્યા મેચ જીત્યો પણ એક ભૂલ ભારે પડી, BCCI એ ફટકાર્યો લાખોનો દંડ

 

ADVERTISEMENT

કાર ચાલકની કરાઈ અટકાયત

આ બનાવ અંગે અકોટા PI વાય.જી. મકવાણાએ જણાવ્યું હતું કે, કારચાલક કલ્પ પંડ્યાની અટકાયત કરવામાં આવી છે. કારમાંથી પ્લાસ્ટિકની બોટલ મળી છે અને તેમાં નશાયુક્ત પદાર્થ હોવાની આશંકા છે. આ અંગે ટેસ્ટ કર્યા બાદ અન્ય પજેશન અંતર્ગત ગુનો નોંધવામાં આવશે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT