ઉમરેઠમાં યુવતીના ગળે છરો ફેરવી યુવક ફરાર, તડપતી હાલતમાં યુવતી મળી આવી
હેતાલી શાહ/આણંદ : ઉમરેઠની કાછિયાપોળમાં યુવતીનું ગળુ કાપીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. એક દિવસ પહેલા જ અહીં ભાડે રહેવા માટે આવેલા…
ADVERTISEMENT
હેતાલી શાહ/આણંદ : ઉમરેઠની કાછિયાપોળમાં યુવતીનું ગળુ કાપીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. એક દિવસ પહેલા જ અહીં ભાડે રહેવા માટે આવેલા એક યુવક-યુવતી વચ્ચે અણબનાવ થતા યુવકે યુવતીના ગળે છરો મારીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ બુમરાણ મચાવતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ ઉપરાંત પોલીસને ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
ઉમરેઠની કાછીયાની પોળમાં સમગ્ર ઘટનાક્રમ બન્યો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ઉમરેઠની કાછિયાપોળમાં ગઇકાલે યુવત-યુવતી ભાડે રહેવા માટે આવ્યા હતા. જો કે આજે વહેલી સવારથી જ ઝગડો થઇ રહ્યો હતો. દરમિયાન બપોરના સમયે યુવક-યુવતીના ગળે ઘા મારી બાથરૂમમાં પુરી દીધી હતી. ત્યાર બાદ મકાનને બહારથી તાળુ મારીને જતો રહ્યો હતો.
ઘરમાં બંધક બનેલી યુવતીએ બુમરાણ મચાવતા સમગ્ર હકીકત સામે આવી
ઘરમાં બંધક બનેલી અને ઘાયલ યુવતીએ બુમરાણ મચાવતા આસપાસના રહીશો ટોળે વળ્યા હતા અને મકાન માલિકોએ આ અંગે જાણ કરી હતી. જેથી મકાન ખોલતા બાથરૂમમાંથી ઘાયલ યુવતી ઢળી પડતી જોવા મળી હતી. પોળના રહીશોએ તત્કાલ 108 ને જાણ કરીને તત્કાલ હોસ્પિટલ ખસેડી હતી. યુવતી ગળાના ભાગે ગંભીર ઇજા થતા નડિયા સિવિલમાં ખસેડાઇ હતી. ઉમરેઠ પોલીસે હાલ તો યુવક-યુવતી ક્યાંના છે અને બંન્ને વચ્ચે સંબંધ શું છે સહિતના મુદ્દાઓ પર તપાસ આદરી છે.
ADVERTISEMENT
બંન્ને રહેવા આવ્યા ત્યારથી જ અવાર નવાર લડતા રહેતા હતા
આસપાસના રહીશોનો આક્ષેપ છે કે, આ બંન્ને વહેલી સવારથી જ ઝગડી રહ્યા હતા. તેઓ રહેવા આવ્યા ત્યારથી જ એકાતરે દિવસે લડતા રહેતા હતા. જો કે યુવક હજી સુધી ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. જો કે હજી સુધી બંન્નેની ઓળખ પણ થઇ શકી નથી. આ ઉપરાંત મકાન માલિકે કયા આધારે મકાન ભાડે આપ્યું તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.
ADVERTISEMENT