સુરતમાં તસ્કરોએ પરિવારને બંધક બનાવી ચાલી લૂંટ, તંત્ર દોડતું થયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરતના રાંદેરમાં લૂંટની ઘટના સામે આવી છે. બંધન બેંકની નીચેના ઘરમાં પરિવારને બંધક બનાવી લુંટારુઓએ 7 લાખની લૂંટ ચલાવી હતી. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે. આ પરિવાર NRI હોવાનુ માનવામા આવી રહ્યુ છે.

અમદાવાદ રાજકોટ હાઇવે પર 1400 કિલો ચાંદીની લૂંટ હજુ ઝડપાઇ નથી ત્યારે હવે વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ લૂંટની ઘટના સામે આવી છે. બંધન બેંકની નીચેના ઘરમાં પરિવારને બંધક બનાવી લુંટારુઓએ 7 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ વૃદ્ધને આખી રાત બંધક બનાવ્યા હતા. ત્યારે આ લૂંટની ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થયું છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
સુરતમાં એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 104 મોડીફાઇડ બાઇકને ફલેગોફ કર્યું છે. ત્યારે બીજી તરફ તસ્કરોએ બઁકના નીચેના જ મકાનને નિશાના પર લીધું છે. સુતરો પાસેથી મળતી માહિતી મુજબ NRI પરિવારને બંધક બનાવી અને 7 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ચૂક્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ભાજપમાં સબ સલામત કે પછી વિવાદનો વંટોળ? ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું

સુરતમાં પેટ્રોલિંગ માટે ખાસ બાઇક આપવામાં આવી
સુરત પોલીસ હવે મોડીફાઇડ બાઈક પર આરોપીઓનો પીછો કરશે અને પેટ્રોલિંગની પ્રક્રિયા હાથ ધરશે. આજે સુરત શહેરમાં 104 મોડીફાઇડ મોટરસાયકલનું રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT