નવસારીમાં પણ બનશે નળસરોવર જેવું અભ્યારણ, પક્ષી પ્રેમીઓમાં ભારે ઉત્સાહ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/નવસારી : નવસારીમાં આવેલ ઐતિહાસિક દાંડી સ્મારક નજીક શિયાળામાં હજારોની સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષીઓ આવે છે. જો કે કેટલાક વર્ષોથી આવા પક્ષીઓની સંખ્યામાં ધટાડો થતા પક્ષી પ્રેમીઓમાં ચિંતા જોવા મળી છે. કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર આદિલ કાઝી જેઓ વાઈલ્ડ લાઈફના જાણકાર છે જેમણે જણાવ્યું કે, 15 વર્ષ પહેલાં લાખોની સંખ્યામાં અનેક પ્રજાતિના પક્ષીઓ અહીંયા આવતા હતા અને તેમણે જાતે જોયા છે. આવા પક્ષીઓને આ વિસ્તારમાં હવે તેમનો ખોરાક મળતો નથી જેથી તેમની સંખ્યામાં ઉત્તરોતર ધટાડો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે.

દક્ષિણ ગુજરાતનું સૌથી મોટુ અભ્યારણ્ય હતું
દક્ષિણ ગુજરાતના પક્ષી પ્રેમી અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પણ આવા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થતા ચિંતા કરી રહ્યા છે અને પ્રવાસન સ્થળ એવા ઐતિહાસિક દાંડી પાસે આવા પક્ષીઓ માટે નળસરોવર જેવું અભયારણ્ય વિકસાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

દાંડી નજીક ૧૦૦ એકરમાં બનશે વિદેશી પક્ષીઓ માટેનું અભ્યારણ
જલાલપોરના ધારાસભ્યના આર.સી.પટેલ પોતે વાઈલ્ડ લાઈફ અને નેચરલ ફોટોગ્રાફીના શોખીન છે. દેશ વિદેશમાં ફરીને ફોટોગ્રાફીનો શોખ પૂરો કરે છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ વિદેશથી આવતા પક્ષીઓમાં જે ઘટાડો થયો છે તેનું મુખ્ય કારણ આ વિસ્તારમાં મત્સ્યઉદ્યોગ માટે બનેલ અસંખ્ય નાના તળાવો છે. જેના કારણે યાયાવર પક્ષીઓના ખોરાક માટે જે પાણીનો સંગ્રહ થવો જોઇએ એ થઈ શકતો નથી. તેમજ વર્ષો પહેલાં અહીયાની હજારો એકર ખારપાટ જમીન જેમાં કુદરતી રીતે ચોમાસનું પાણી ભરાઈ રહેતા એક મોટુ વિશાળ સરોવર બની જતું હતું. જે આજે જંગલી બાવાળોના જંગલ જોવા મળે છે. જે આવા યાયાવર પક્ષીઓ માટે યોગ્ય નથી. આ કારણ સર 50 હજાર કિલોમીટર દૂરથી મહેમાન બનીને આવતા આવા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

ADVERTISEMENT

ઐતિહાસિક સ્થળે 100 એકર જમીનમાં તળાવનો વિકાસ
જેની ચિંતા માત્ર પર્યાવરણ કે પક્ષી પ્રેમીઓને જ નથી પરંતુ સરકારને પણ છે. જેના માટે ઐતિહાસિક દાંડી નજીક સુલતાનપુર અને મોટિકકરાળ ગામે આશરે 100 એકર જમીનમાં તળાવ વિકસાવવામાં આવી રહ્યું છે. જેનાંથી વિદેશી પક્ષીઓની સંખ્યામાં ફરી એકવાર સુધારો થશે. આ વિસ્તારનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે. જેનાંથી સ્થાનિક કક્ષાએ અનેક લોકો માટે રોજગારીની તકો પણ ઉભી થશે.

    follow whatsapp

    ADVERTISEMENT