'રૂપાલા હાય-હાય'ના સૂત્રોચ્ચાર સાથે જામનગરમાં રાજપૂત સમાજના યુવાનોએ કાળા વાવટા ફરકાવ્યા

ADVERTISEMENT

જામનગરમાં રાજપૂતો આકરા પાણીએ
Parshottam Rupala Controversy
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન

point

જામનગરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ

point

વિરોધમાં ગામડે-ગામડે પોસ્ટરો લગાવાયા

Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ આ મામલે જરાય નમતું જોખવાના મૂડમાં નથી. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. રુપાલાના વિરોધમાં ગામડે-ગામડે પોસ્ટરો લગાવડવામાં આવ્યા છે અને ભાજપના નેતાઓની પ્રવેશબંધી લગાવવામાં આવી છે.

જામનગરમાં કાળા વાવટા ફરકાવી વિરોધ

આ વચ્ચે ગઈકાલે રાજકોટ બાદ આજે જામનગરમાં પણ ક્ષત્રિય સમાજના યુવકોનો વિરોધ જોવા મળ્યો. આજે સવારે જામનગરમાં ઓશવાળ સેન્ટરના ગેટ નજીક રાજપૂત સમાજના યુવાનો એકઠા થયા હતા. રાજપૂત સમાજના યુવકો દ્વારા 'રૂપાલા હાય-હાય'ના સૂત્રોચ્ચાર સાથે કાળા વાવટા ફરકાવીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, આ અંગેની જાણ થતાં જ શહેર પોલીસની ટીમ દોડી આવી હતી.

પોલીસે તમામ યુવકોની કરી અટકાયત

જે બાદ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા રાજપૂત સમાજના યુવકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ તેઓને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી. આપને જણાવી દઈએ કે, રૂપાલા નિવેદન મામલે રાજપૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 

ADVERTISEMENT

નરોડામાં મહિલાઓએ કર્યો હતો વિરોધ

અત્રે ઉલ્લેખનીય છે કે, નરોડા વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા ગઈકાલે પરસોત્તમ રૂપાલા બોયકોટનું પોસ્ટર પણ સળગાવવામાં આવ્યું હતું. આ સાથે રેલી કાઢી રૂપાલા હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ અને યુવાનો હાજર રહ્યા હતા. નરોડા ગામમાં આવા બેનરો લગાવવામાં આવ્યા અને રેલી યોજવામાં આવી હતી.

ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT