ખેડૂતો તૈયાર રહો! મોબાઈલ ખરીદી પર સહાય મેળવવી છે? તો આ તારીખથી કરી શકશો અરજી

ADVERTISEMENT

Gujarat Farmers
આઈ-ખેડૂત પોર્ટલ
social share
google news

Gujarat Farmers News : ગુજરાત સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલ આગામી 18મી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લુ મૂકાશે.

આઇ-ખેડુત પોર્ટલ પર સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ કરી શકાશે. આગામી 18 જૂન 2024ના રોજ સવારે 10:30 કલાકથી સાત દિવસ માટે આઈ-ખેડુત પોર્ટલ અરજી કરી શકાશે.

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરી શકે છે. આ પોર્ટલ મારફતે વર્ષ 2024-25 માટે નીચે મુજબના યોજનાઓ માટે અરજીઓ મેળવવાની થાય છે.

ADVERTISEMENT

(1) સ્માર્ટફોન પર સહાય યોજના
(2) પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
(3) પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના

વધુમાં, આપના જિલ્લાને ફાળવેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવા તેમજ સહાય ચુકવવા નિયમોનુસાર કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે.

ADVERTISEMENT

સ્માર્ટફોન સહાય યોજના વિશે જાણો

આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર ખેડૂતોને મહત્તમ રૂપિયા 6000 ની સુધીની સહાય મળે છે. જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40 ટકા સહાય અથવા રૂપિયા 6000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે.

ADVERTISEMENT

સ્માર્ટફોન પર ખરીદી સહાય યોજનાનો લાભ રાજ્યમાં જમીનધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના 8-અ માં દર્શાવેલ પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થાય છે. આ સ્માર્ટફોન ખરીદી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહે છે.

    follow whatsapp

    ADVERTISEMENT