ઈડરના પ્રિન્સ પટેલે ટ્યૂશનથી નહીં, જાતે મહેનત કરી મેળવ્યું ટોપ 3માં સ્થાન

ADVERTISEMENT

ઈડરના પ્રિન્સ પટેલે ટ્યૂશનથી નહીં, જાતે મહેનત કરી મેળવ્યું ટોપ 3માં સ્થાન
ઈડરના પ્રિન્સ પટેલે ટ્યૂશનથી નહીં, જાતે મહેનત કરી મેળવ્યું ટોપ 3માં સ્થાન
social share
google news

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું આજે પરિણામ જાહેર થયું છે, ત્યારે થીએરીકલ રેન્કમાં સમગ્ર ગુજરાતનો ત્રીજા નંબરે ઈડરના પ્રિન્સ પટેલે મેદાન મારતા છેવાડાના ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. તેમજ પ્રિન્સ પટેલે પણ ટ્યુશનનો મોહ છોડી જાત મહેનત જિંદાબાદના સૂત્ર સિદ્ધિ મેળવી હોવાનું જણાવ્યું હતું. જેથી વધુ એક વખત ઊંચી ફી વસુલતા ટ્યુશન ક્લાસીસ અને ઈન્સ્ટીટ્યૂશન્સને લપડાંક વાગી છે, વધુ એક વખત વિદ્યાર્થીઓની સિદ્ધીએ સાબિત કર્યું છે કે નાણાંના મોટા ખર્ચથી નહીં પરંતુ મન મક્કમ કરીને જોઈએ એ સિદ્ધિ હાંસલ કરી શકાય છે.

ટ્યુશન કરતા જાત મહેનતે વધારે સારું પરિણામ મળે છેઃ પ્રિન્સ
સાબરકાંઠાના ઈડરના છેવાડાના દરજીપુરા ગામે સામાન્ય ખેડૂત પરિવારના ઘરે આજે ખુશીનો માહોલ જામ્યો હતો. જેમાં ખેતી અને પશુપાલન ઉપર નભતા પરિવારના દિકરા પ્રિન્સ પટેલે 12 સાયન્સમાં અનોખી સિદ્ધિ મેળવી છે. સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં એ વન ગ્રેડમાં માત્ર પ્રિન્સ પટેલ સફળ થયો છે. સમગ્ર ગુજરાતમાં થિયરીકલ પર્સન્ટાઈલ રેન્કમાં પણ 99.99 તે મેળવી ત્રીજા નંબરે ઉત્તીર્ણ થતાં ખેડૂત પરિવાર સહિત પ્રિન્સના મિત્રોમાં પણ ખુશી વ્યાપી છે. આ અંગે જણાવતા પ્રિન્સ પટેલે જણાવ્યું હતું કે આજે 12 સાયન્સમાં સાબરકાંઠા જિલ્લામાં એવન ગ્રેડમાં માત્ર હું ઉત્તીર્ણ થયો છું તેનો શ્રેય મારા માતા પિતા સ્કૂલ તેમજ શિક્ષક પરિવાર અને મારા મિત્રોને જાય છે. આજની તારીખે ટ્યુશનનો મોહ વધ્યો છે તે છોડી જાત મહેનત કરવામાં આવે તો ટ્યુશન વિના પણ મારા જેવી સિદ્ધિ મેળવી શકાય છે, એટલે ટ્યુશનોના સહારે રહેવા કરતા જાતે મહેનત વધારે કરવાથી સારા પરિણામો મળે છે.

બિલકીસ બાનો કેસમાં ગુજરાત-કેન્દ્ર સરકાર ફરી ગઈ, સુપ્રીમ કોર્ટમાં 9મીએ આગામી સુનાવણી

પોતાની મહેનતથી મળેલા પરિણામે અમને ગૌરવ આપ્યુંઃ પિતા
સામાન્ય રીતે પોતાનો બાળક વિશેષ સિદ્ધિ હાંસલ કરે એટલે પરિવારને ખુશી થાય તે સ્વાભાવિક છે પરંતુ પ્રિન્સ પટેલને વિશેષ કોઈપણ પ્રકારની સુખ સગવડ આપ્યા વિના સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત કક્ષાએ ત્રીજા નંબરે ઉત્તીર્ણ થતા તેમના પિતાએ જણાવ્યું હતું કે મારા બાળકને વધારાની કોઈ સુવિધા આપી નથી. છતાં તેને પોતાની મહેનતથી આજે ગામ પરિવાર સહિત અમને ગૌરવ અપાવ્યું છે. જેની અમને ખુશી છે. ત્યારે ગ્રામ્ય કક્ષાએ કોઈપણ પ્રકારના ટ્યુશન વિના પુત્ર સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ તેમજ ગુજરાત રાજ્ય કક્ષાએ ત્રીજા ક્રમે રહેતા તેમના પિતાએ પણ આ મામલે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

ADVERTISEMENT

જોકે એક તરફ આજે ટ્યુશન કરનારાઓનો રાફડો ફાટ્યો છે. તેમજ વિદ્યાર્થીને વિશેષ શિક્ષણ આપવાના મામલે લાખો રૂપિયા ટ્યુશન પાછળ ખર્ચાઈ રહ્યા છે ત્યારે પ્રિન્સ પટેલે વિના ટ્યુશને મેળવેલી સિદ્ધિ આગામી સમયમાં અભ્યાસ કરનારા દરેક વિદ્યાર્થી માટે ઉદાહરણ સ્વરૂપ રહેશે તે નક્કી બાબત છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT