'હું મારી જાતને BJPમાં જોડાવાથી રોકી શક્યો નહીં', ભાજપની કઈ વાતથી પ્રેરાઈને સી.જે ચાવડાએ કોંગ્રેસ છોડ્યું?

ADVERTISEMENT

gujarattak
ભાજપમાં જોડાનાર સી.જે ચાવડાની તસવીર
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા.

point

વિજાપુરના કર્ણાવતી પાર્ટી પ્લોટમાં આયોજીત કાર્યક્રમમાં સમર્થકોએ પણ કેસરીયો ધારણ કર્યો.

point

ભાજપમાં જોડાતા સી.જે ચાવડાએ કહ્યું, રામ મંદિરથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયો છું.

Mehsana News: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા આજે વિધિવત રીતે પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મંત્રી ઋષિકેશ ચાવડાના હસ્તે તેમણે કેસરીયો ખેસ અને ટોપી ધારણ કરી હતી. આ સાથે 1500 જેટલા કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા. સી.જે ચાવડાએ ભાજપમાં જોડાયા બાદ તેમણે કોંગ્રેસ છોડવા અને BJPમાં જોડાવાના કારણો અંગે પણ ખુલાસો કર્યો હતો.

ભાજપની કઈ વાતથી સી.જે ચાવડા પ્રેરિત થયા?

BJPમાં જોડાયા બાદ સી.જે ચાવડાએ કહ્યું કે, રામ મંદિરથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયો છું. આ દેશમાં રામનું નામ હતું ત્યારે હું મારી જાતને ભાજપમાં જોડાવાથી રોકી શક્યો નથી. હું જે પક્ષમાંથી આવ્યો છું તેની બુરાઈ કરવા માંગતો નથી કારણ કે મેં તેમાં 25 વર્ષ સુધી કામ કર્યું છે. પરંતુ ભાજપના વિકાસને ધ્યાનમાં રાખીને હું આજે ભાજપમાં વટ સાથ જોડાયો છું. ભાજપે જેટલા પણ એજન્ડા મૂક્યા હતા તે તમામ એજન્ડાઓ ઉપર નરેન્દ્ર મોદી અને તેમની ટીમે રાત દિવસ જોયા વગર કામ કર્યું છે તેને આવકારીને ભાજપમાં જોડાયો છું.

પાટીલના હાથે સી.જે ચાવડાએ પહેર્યો કેસરીયો ખેસ

પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા અને વિજાપુરના ધારાસભ્યએ કોંગ્રેસનો પંજો છોડી કમળ સાથે હાથ મિલાવતા મહેસાણા જિલ્લામાં હવે વિધાનસભાની સાતેય બેઠકો પર ભાજપનું રાજ છે તેવું કહી શકાય. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં વિજાપુરમાં કોંગી ધારાસભ્યએ વિધિવત રીતે ભાજપમાં જોડાવાની નીતિ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પડકારરૂપ બની રહેશે. સી.જે.ચાવડાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે કેસરી ટોપી પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. 

ADVERTISEMENT

મહેસાણા જિલ્લામાંથી કોંગ્રેસ સફાયો

તેમણે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, વિજાપુર બેઠક ઉપરથી વિધાનસભા જીત્યાના માત્ર એક જ વર્ષની અંદર જ ધારાસભ્ય સી.જે ચાવડાએ કોંગ્રેસનો ખેસ કોરાણે મૂકી ભાજપનો ભગવો ધારણ કરવાનો નિર્ણય લેતા જિલ્લા કોંગ્રેસ જ નહીં પરંતુ પ્રદેશ કક્ષાએ સોંપો પડી ગયો હતો. મહેસાણા જિલ્લામાં વિજાપુરની એકમાત્ર બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય હતા, જેઓ ભાજપમાં આજે જોડાઈ જતા હાલના તબક્કે કોંગ્રેસનો મહેસાણા જિલ્લામાં વિધાનસભાની દ્રષ્ટિએ સફાયો કહી શકાય. સી.જે ચાવડા કોંગ્રેસના અન્ય સિનિયર નેતાઓને પણ પોતાની સાથે ભાજપમાં જોડી દેતા કોંગ્રેસમાં સફાયો થઈ ગયાનો માહોલ વર્તાયો છે.

ADVERTISEMENT

'કોંગ્રેસ પ્રત્યે કડવા શબ્દો નથી કહેવા'

સી.જે ચાવડાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ખેસ પહેર્યા બાદ પોતાના ભાષણમાં કોંગ્રેસ પ્રત્યે રહેલી કડવાસ શબ્દોથી ઠાલવવાનું ટાળી જણાવ્યું હતું કે, મારે કોંગ્રેસ બાબતે કોઈ ખોટી વાત કહેવી નથી. રામ મંદિરથી પ્રેરાઈને ભાજપ સાથે જોડાયો છું. ભાજપની વિકાસ યાત્રા સાથે જોડાયો છું. વિજાપુર વિધાનસભા બેઠક ઉપર જીતેલા સી.જે ચાવડા ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ઉપર પુનઃ ચૂંટણી થશે અને આ વખતે ભાજપ સી.જે ચાવડાનું પુનરાવર્તન કરશે કે પછી તેમને લોકસભાની કોઈ સીટ ઉપર લડાવશે. તે મુદ્દે શરૂ થયેલી ચર્ચાઓએ પણ રાજકીય ગરમાવો સર્જ્યો છે. ભાજપનો ખેસ પહેરનાર સી.જે ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ મને જે પણ જવાબદારી સોંપશે તે હું ખત પૂર્વક નિભાવીશ. હું કોઈપણ જાતના ઉદ્દેશ કે શરતો વિના ભાજપમાં જોડાયો છું.

ADVERTISEMENT

વિપુલ ચૌધરી પણ સ્ટેજ પર હાજર રહ્યા

વિજાપુરમાં સી.જે ચાવડાને ભાજપમાં ભેળવવાના કાર્યક્રમમાં સારા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન વિપુલ ચૌધરીની સ્ટેજ ઉપર એન્ટ્રી થતાં જ હાજર તમામની આંખો પહોળી થઈ ગઈ હતી. વિપુલ ચૌધરી ભાજપ સાથે જોડાશે કે કેમ તેવી અટકરો પણ શરૂ થઈ ગઈ હતી.

(કામિની આચાર્ય, મહેસાણા)

 

    follow whatsapp

    ADVERTISEMENT