દેશી કપાસની ખેતી કરતાં ખેડૂતોના મામલે હાર્દિક પટેલ આવ્યા મેદાને, કૃષિ મંત્રીને પત્ર લખી કરી આ ફરિયાદ
અમદાવાદ: વિરમગામમાં ખેડૂતોના આંદોલન બાદ ધારાસભ્ય હાર્દિક પટેલ એક્શન મોડમાં આવ્યા છે. હાર્દિક પટેલે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. કપાસના ખેડૂતોનું તોલમાપમાં વેપારીઓ શોષણ કરતા હોવાના…
ADVERTISEMENT
અમદાવાદ: વિરમગામમાં ખેડૂતોના આંદોલન બાદ ધારાસભ્ય હાર્દિક પટેલ એક્શન મોડમાં આવ્યા છે. હાર્દિક પટેલે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. કપાસના ખેડૂતોનું તોલમાપમાં વેપારીઓ શોષણ કરતા હોવાના ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વેપારીઓ ખેડૂતોને 15 દિવસે પૈસા આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પત્રમાં દેશી કપાસની ખરીદી સમયે વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હોવાની ફરિયાદ કરી છે.
વિરમગામ તાલુકાના ખેડૂતોએ APMC ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ નોંધાવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે વેપારીઓ પોતાની રીતે જ એસોસિએશન બનાવીને કપાસના ભાવ નક્કી કરે છે અને તેના કારણે ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ મળતો નથી. ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ નહીં મળતો હોવાના વિરોધમાં હથિયાર ઉગામ્યું હતું. ત્યારે આ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં ખેડૂતો સાથે થતાં અન્યાય અને તેમના પર થઈ રહેલ શોષણ અંગે જાણ કરવામાં આવી છે.
બેવડા ધોરણો બંધ કરવા કરી માંગ
ધારાસભ્ય હાર્દિક પટેલે લેટરમાં લખ્યું છે કે, દેશી કપાસનો ટેકાના ભાવમાં સમાવેશ થયો નથી અને વેપારીઓ ખેડૂતોને શોષણ કરે છે તેમજ તેમણે આક્ષેપ કરતા લખ્યું કે, ખેડૂતોને વેપારીઓ કપાસનું 15 દિવસે પેમેન્ટ કરે છે તેમજ ખેડૂતોએ તાત્કાલિક પેમેન્ટ જોઈતું હોય તો હજાર પર 15 રૂપિયા વટાવ કપાય છે. દેશી કપાસના ઉતારાની ગણતરીમાં બેવડા ધોરણો બંધ કરાવવા માંગ કરી છે.
ADVERTISEMENT
જાણો શું લખ્યું પત્રમાં
દેશી કપાસ જેનું વાવેતર વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા, ધંધુકા અને લખતર તાલુકાઓમાં થાય છે. આ કપાસનો પાક તૈયાર થતાં ૬ માસ થાય છે જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાઓની જરૂર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોત્સાહન મળે તે જરૂરી છે. હજુ સુધી આ કપાસનો ટેકા (MSP)માં સમાવેશ થયો નથી અને બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતા શોષણનો ભોગ બનવું પડે છે.
ADVERTISEMENT
વર્ષોથી પ્રતિ 20 કિલો કાલામાંથી 14 કિલો કપાસ અને તે 14 કિલો કપાસમાંથી 40% રૂ અને 60% કપાસિયા નીકળે તે વેપારીઓ દ્વારા સ્વીકૃત હતું. હવે તે નિયમ 14.5 કિલો એટલે એ સાડા ચૌદ કિલોની ધડી ગણે છે જેમાં 14.5 કિલોનો ઉતારો ન આવે તો પ્રતિ ઓછા 100 ગ્રામ ઉતારાદીઠ 1 પોઇન્ટ માયનસ ગણી તેના પ્રતિ 1 પોઇન્ટ પર 8 રૂપિયા કાપે છે. જ્યારે ઉતારો 14.5 કિલોથી વધારે આવે તો ઉપરના પોઇન્ટ માટે વધારે ભાવ આપવામાં આવતો નથી, તેની પહોંચમાં માત્ર ‘પાસ’ એવું લખવામાં આવે છે.
ADVERTISEMENT
વેપારી દ્વારા ખેડૂતો પાસેથી કપાસ ખરીદયા પછી વેપારી તેનું પેમેન્ટ 15 દિવસે કરે છે અને જો ખેડૂતોને તરત પેમેન્ટ જોઈતું હોયતો પ્રતિ 1000 રૂપિયા પર 15 રૂપિયા વટાવ કાપીને ચૂકવાય છે જે ખેડૂતોનું વેપારીઓ દ્વારા થતું શોષણ છે.
આ પણ વાંચો: બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ પકડાઈ તો સમજો ગયા કામથી, જાણો શું લીધો શિક્ષણ વિભાગે નિર્ણય
વેપારીઓ દ્વારા દેશી કપાસના ઉતારાની ગણતરી કરવામાં જે બેવડા ધોરણો (એક મણ કાલામાં 14.5 કી.ગ્રા. થી ઉતારો વધારે આવે ત્યારે એ ભાવ વધારે આપતા નથી પણ જો ઉતારો 14.5 થી નીચે આવે તો પોઇન્ટ કાપી લે છે) રાખવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. અને પ્રતિ ધડી 20 કિગ્રા દીઠ 14 કીગ્રા ગણી ધડી પાસ કરવામાં આવે છે એ માટે આપણી ઓફિસ તરફથી વિરમગામ કાલા કપાસ વેપારી એસોસિયેશનને ત્વરિત લેખિતમાં સૂચના આપવામાં આવે કે 14 કિગ્રા ઉતારો માન્ય રાખે અને કપાસની ખરીદી વખતે જ પેમેન્ટ કરવામાં આવે એવી અમારી માંગણી છે. જો આ શોષણ ચાલુ રહેશે તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત શરૂ કરીશું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT