અમદાવાદના આલ્ફા વન મોલમાં તોડફોડઃ VHP અને બજરંગ દળે કર્યો પઠાણનો વિરોધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ઠેરઠેર પઠાણ ફિલ્મમાં ઓરેન્જ રંગની બિકીની મામલે ફિલ્મનો હિન્દુ સંગઠનો એવું કહીને વિરોધ કરી રહ્યા છે કે આ હિન્દુઓના ભગવા રંગનું અને ધર્મનું અપમાન છે. હવે અમદાવાદમાં આવેલા આલ્ફા વન મોલ ખાતે આજે બુધવારે પઠાણ મુવીનો વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન શાહરુખ સહિતના સ્ટાર કાસ્ટના પોસ્ટર્સને નુકસાન પહોંચાડ્યું હતું. સાથે જ ફિલ્મ રિલિઝ થશે તો હજુ પણ આક્રમક વિરોધ કરવાની ચીમકી પણ આપી ગયા છે. મોલમાં હાજર સહુ લોકો આ ઘટનાથી ગભરાઈ ગયા હતા. બે ઘડી સાવ તંગદીલીનું વાતાવરણ ઊભું કરી દીધું હતું.

અમદાવાદના આલ્ફા વન મોલમાં પઠાણ ફિલ્મના પોસ્ટર્સ હતા જેની સામે બજરંગ દળ અને વીએચપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જોકે વિરોધ પ્રદર્શનના નામે રીતસર અહીં હંગામો મચાવી મુક્યો હતો. અહીં દળો દ્વારા પઠાણ ફિલ્મના પોસ્ટર્સની તોડફોડ ઉપરાંત આગામી સમયમાં ફિલ્મ રિલિઝ કરવામાં આવશે તો અત્યંત આક્રમક વિરોધ કરશે તેવું પણ ચીમકી સ્વરૂપે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં જ લોક ગાયક રાજભા ગઢવીએ આ ફિલ્મ ગુજરાતમાં ક્યાંય પણ રિલિઝ ન થવી જોઈએ અને બધાને તૈયાર રહેવાનું કહીને ઉશ્કેરણી પણ કરતો વીડિયો સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાંથી આ સીનને હટાવવાની પણ વાત કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે જે પ્રમાણેનો માહોલ અહીં અને અગાઉ સમાજ, ધર્મ અને કલા જગતના અગ્રણીઓ દ્વારા ઊભો કરવામાં આવ્યો તે પછી હવે આગામી સમયમાં વાતાવરણ તંગદીલ બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT