કચ્છઃ સુરજબારી પાસે બર્નીંગ ટ્રક, અચાનક આગ લાગતા દોડધામ- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છઃ કચ્છના સુરજબારી વિસ્તારમાં એક ટ્રકમાં આગ લાગતા ભડભડ સળગવા લાગી હતી. આ કારણે ટોલટેક્સ ખાતે મોટો ટ્રાફીક જામ પણ થયો હતો. ટ્રકમાં અચાનક આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી પરંતુ હાલ મળતી જાણકારીઓ પ્રમાણે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા આખરે લોકોએ રાહતનો દમ લીધો છે.

રાજકોટમાં શાળાના અસહ્ય ફી વધારા સામે FRCનું મૌન શરમજનક: કોંગ્રેસ

કિલોમીટરો સુધી ટ્રાફિક જામ
કચ્છના સુરજબારી પાસેના ટોલટેક્સ નજીક જ એક ટ્રક રોડની એક તરફ હતી ત્યારે તેમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાને કારણે કોઈ જાનહાની થઈ નથી તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલામાં આગને કારણે ટ્રકને મોટું નુકસાન થયું હતું. આજે બુંધવારે અચાનક ટ્રકમાં લાગેલી આગને પગલે અહીં ટ્રાફિસ સમસ્યાને લઈ ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. અહીં કિલોમીટરો સુધી વાહનો અટવાઈ ગયા હતા. જાણકારી મળતા ફાયર વિભાગ અને પોલીસ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

ADVERTISEMENT

(ઈનપુટઃ કૌશીક કાંટેચા, કચ્છ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT