સુરતમાં કોંગ્રેસના મહિલા નેતા જ દારૂની હેરાફેરી કરતા પોલીસે કરી ધરપકડ
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાંય દેશી અને વિદેશી દારૂનું અંધાધૂંધ ઉત્પાદન અને વેચાણ થાય છે. આ સાચી હકીકતને પોલીસ કે સરકાર ક્યારેય…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાંય દેશી અને વિદેશી દારૂનું અંધાધૂંધ ઉત્પાદન અને વેચાણ થાય છે. આ સાચી હકીકતને પોલીસ કે સરકાર ક્યારેય સ્વીકારતી નથીએ બીજી વાત છે, પણ કડવું સત્ય છે. સુરત પોલીસે દારૂની હેરાફેરી કેસમાં કોંગ્રેસના મહિલા નેતાની 7.50 લાખના દારૂ સાથે ધરપકડ કરી છે. કોંગ્રેસ આમ તો ગુજરાતમાં ચાલી રહેલા દારુના વેપલા મામલે ઘણો ઉહાપોહ કરી સરકારના કાન આમળતી હોય છે ત્યાં પોતાના જ પક્ષના નેતા દારુના કેસમાં ઝડપાયા છે.
હવામાન વિભાગની માવઠાની આગાહી પહેલા જ અંબાલાલ પટેલે શું કહ્યું હતું, જુઓ Video
કોણ છે આ મહિલા નેતા?
સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનના કસ્ટડીમાં ઉભેલી આ મહિલાનું નામ મેઘના પટેલ છે. મેઘના પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના મહિલા ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશને મેઘના પટેલની ગેરકાયદેસર અંગ્રેજી શરાબની હેરાફેરીના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસે માત્ર કોંગ્રેસના નેતાની જ ધરપકડ કરી નથી, પરંતુ તેના એક સાથીદારની પણ ધરપકડ કરી છે જે બોલેરો પીક-અપ વાનમાં રૂ. 7.50 લાખની કિંમતનો અંગ્રેજી શરાબ પહોંચાડવા આવ્યો હતો. ઉમરા પોલીસ સ્ટેશનને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે, પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદ વિસ્તારમાં એક વ્યક્તિ બોલેરો જીપમાં અંગ્રેજી શરાબની બોટલ લાવી રહ્યો છે. પોલીસે દારૂની ડિલિવરી કરવા આવેલા કોંગ્રેસના આગેવાન મેઘના પટેલ અને લલિતભાઈ બોરસલીવાલાની દારૂ અને બોલેરો જીપ સહિત કુલ 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. પોલીસ આ બંનેને રિમાન્ડ પર લઈ દારૂના ગેરકાયદે ધંધા અંગે પૂછપરછ કરશે અને આ લોકો ક્યારે આ ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા છે અને તેમની સાથે કોણ કોણ સંડોવાયેલા છે તે જાણવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT
કુપોષણમાં ગુજરાત દેશમાં નંબર 2, સરકાર પાસે કોઈ ડેટા નથી તેવો જવાબ મળ્યોઃ જીગ્નેશ મેવાણી
મહિલા નેતાનો ઈતિહાસ પણ વિવાદાસ્પદ
એક તરફ કોંગ્રેસ ગુજરાતમાં દારૂના ગેરકાયદે ધંધાને લઈને સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે, તો બીજી તરફ રાજ્ય કક્ષાના કોંગ્રેસના પૂર્વ નેતા મેઘના પટેલની પોલીસે દારૂની ગેરકાયદેસર હેરાફેરી બદલ ધરપકડ કરી છે. મેઘના પટેલનો ઈતિહાસ પણ વિવાદાસ્પદ રહ્યો છે અને તેની સામે અગાઉ પણ છેડતી અને હુમલાના કેસ નોંધાયેલા છે. હવે ફરી એકવાર મેઘના પટેલની ગેરકાયદેસર દારૂની હેરાફેરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT