જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા મોડાસાથી ઇડર ST બસમાં નીકળેલા પરિક્ષાર્થીઓને શામળાજી ઉતારી દેવાયા
અરવલ્લીઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બને છે અને મોટા ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં…
ADVERTISEMENT
અરવલ્લીઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બને છે અને મોટા ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. દરમિયાનમાં ઉમેદવારોને પરત ઘરે જવા એસટી બસમાં વિના મુલ્યે મુસાફરી કરી શકાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે મોડાસાથી ઈડર એસટીમાં નીકળેલા ઉમેદવારોને શામળાજી ઉતારી દેવાયાની ઘટના સામે આવી છે.
#Gujarat પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા યોજાનાર #Exam મોકૂફ રખાતા પરિક્ષાર્થીઓ રઝડ્યા, મોડાસાથી ઇડર એસટી બસમાં નીકળેલા પરિક્ષાર્થીઓ ને શામળાજી ઉતારી દેવાતા રોષ. #Paperleak pic.twitter.com/uNArEmQ2kB
— Gujarat Tak (@GujaratTak) January 29, 2023
પરીક્ષાર્થીઓને વચ્ચે ઉતારી દીધા
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા યોજાનારી આજની જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ કરી દેવાતા વિદ્યાર્થીઓમાં રઝડપાટ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આ કારણે પરીક્ષાર્થીઓને પરત પોતાના ઘરે જવા માટે એસટી બસમાં વિના મુલ્યે મુસાફરી કરવાનો નિર્ણય કરાયો હતો. જોકે અરવલ્લીમાં મોડાસાથી ઈડર બસમાં નીકળેલા ઉમેદવારોને શામળાજી ઉતારી દેવાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. વિદ્યાર્થીઓને પરત મોડાસા ન લઈ જવાતા નારાજગી સાથે બસ કંડક્ટર સાથે શાબ્દીક ઘર્ષણ થયું હતું.
ADVERTISEMENT
પસંદગી મંડળ પર સુરક્ષા માંગવામાં આવી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પેપર લીક થયા પછી સુરક્ષાને ધ્યાને લઈને કર્મયોગી ભવન ખાતે પોલીસ બંદોબસ્ત આપવાની માગ કરવવામાં આવી છે. ગાંધીનગર ખાતે જિલ્લા પોલીસ વડાને મંડળ દ્વારા આ અંગે વિનંતી કરવામાં આવી છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા નવસારીમાં વિદ્યાર્થીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો
યુવરાજસિંહે શું કહ્યું હતું?
ગુજરાત સરકારમાં થતી ભરતી પરીક્ષામાં સતત કૌભાંડો થતા આવ્યા છે. દરમિયાન વધુ એક પરીક્ષા રદ્દ થઈ જવા પાછળનું કારણ પર પેપર લીક છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે થોડા જ દિવસો પહેલા ચોંકાવનારી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જુનિયર ક્લાર્ક પરીક્ષા અંગે પ્રશાસન તંત્ર અને પોલીસ વિભાગને સાવચેતીના ભાગરૂપે તાકીદ કરવામાં આવી છે. ભુતકાળમાં જે વિસ્તારના કૌભાંડી એજન્ટો એક્ટિવ હતા તે ફરીથી એક્ટિવ થયા છે. અગાઉની પરીક્ષાઓમાં પેપર ફોડનારી ટોળકી આ વખતે ગુજરાતમાં ઠેરઠેરથી પેપરના લાખો રૂપિયા ઉઘરાવી રહી છે.
ADVERTISEMENT
પોલીસે એકને ઝડપ્યો
રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત જુનિયર ક્લાર્કના પદ માટેની સરકારી નોકરીની પરીક્ષાઓ થવાની હતી જે ગુજરાતમાં 3350 જગ્યાએ લેવાવાની હતી. જોકે પરીક્ષા થાય તે પહેલા જ આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. આ પરીક્ષા આપવા માટે 17 લાખ યુવાનોએ ફોર્મ ભર્યા હતા. જેના કારણે આટલી મોટી સંખ્યામાં યુવાનોના સપના ચકનાચુર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલામાં પોલીસે મોડી રાત્રે એક શખ્સને ઝડપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જે પછી સરકારે આ પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે ફરી પરીક્ષા ક્યારે થશે તે અંગે હજુ પણ કશું જ નક્કી થયું નથી.
ADVERTISEMENT
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી અને ગોપી ઘાંઘર, ગાંધીનગર)
ADVERTISEMENT