National Road Safety Week: ગોધરામાં 6 દિવસ ટ્રાફિક પોલીસ કેવી કાર્યવાહી કરશે જાણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરાઃ જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો પ્રારંભ કરાયો છે. જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો હાથ ધરવા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ તાકીદ કરી હતી. આ ઉપરાંત તા.11 જાન્યુઆરીથી તા.17 જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં રોડ સેફ્ટી સપ્તાહ અંતર્ગત વિવિધ જન- જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે તેવી પણ જાહેરાત કરી હતી.

સુરતમાં હાઈસ્કૂલ સામે સીટી બસ ભડકે બળી, નજીકના પતંગ મંડપમાં પણ આગ લાગતા અફરા તફરી મચી ગઈ

રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2023 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.11 જાન્યુઆરીથી તા.17 જાન્યુઆરી દરમિયાન આર.ટી.ઓ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્ટી સપ્તાહ અંતર્ગત વિવિધ જન-જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જેનું આજ રોજ જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ગોધરા ખાતેથી ઉદ્દઘાટન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થકી કરાઈ હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો આપણે સૌકોઈએ સાથે મળીને કરવાના છે. લોકોને ટ્રાફિકની સેન્સ આવે તથા રોડ સેફ્ટીના નિયમો અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરાશે.

ADVERTISEMENT

આ પ્રસંગે આર.ટી.ઓ અધિકારી ચાવડાએ નેશનલ રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિતોને જાણકારી પૂરી પાડી હતી તથા પંચમહાલ જિલ્લામાં જન જાગૃતિ અભિયાન અંતર્ગત માહિતી રજૂ કરી હતી. સાથે જ પોલીસ અધિકારીઓ, ટ્રાફિક જવાનો, આર.ટી.ઓ અધિકારી/કર્મચારીઓ, વિવિધ વિભાગના વડાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દે.બારીયામાં બુટલેગર-પોલીસ વચ્ચે 11 રાઉન્ડ ફાયરિંગ, આરોપીઓની કારમાં ભાજપના ખેસ મળ્યા

તા. 11-01-2023 થી તા.17-01-2023 (પંચમહાલ જિલ્લો)
• નવા મોટર વ્હિકલ્સ એક્ટ 2019ના કાયદા વિશે સમજ/જનજાગૃતિ
• સીટ બેલ્ટ તથા હેલ્મેટ બાબતે જાગૃતતા કેમ્પેઈન
• પી.યુ.સી, વીમો અને રિફ્લેક્ટિવ ટેપની જાગૃતિ બાબતે કેમ્પેઈન
• રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને લેન ડ્રાઇવિંગ, મોબાઈલ બાબતે જનજાગૃતિ
• હેલ્મેટ, સીટ બેલ્ટ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ બાબતે જન જાગૃતિ કેમ્પેઈન
• મોટર વાહન ડ્રાઇવિંગ રેગ્યુલેશન, 2017 મુજબ લેન ડ્રાઇવિંગ બાબતે જાગૃતિ
• રોડ સેફટી સબંધિત શેરી નાટકો દ્વારા જનજાગૃતિ
• ગ્રામ્ય કક્ષાએ શાળાઓમાં રોડ સેફ્ટી મેળાઓનું આયોજન
• સ્પીડ ગવર્નર ડિવાઇસની ઉપયોગીતા બાબતે ચેકિંગ અને વાહન માલિક અને ચાલકોમાં સમજ
• શાળા અને કોલેજોમાં નિષ્ણાતો દ્વારા માર્ગ સલામતી સેમિનાર
• સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચલાવતા બાબતના કાયદાની સમજ
• ડ્રાઇવર તાલીમ- ઇંધણ બચાવો બાબતે તકનીકી સમજ, ડ્રાઇવરની અન્ય રોડ ઉપભોક્તા પ્રત્યેની જવાબદારી વિશે સમજ
• રોડ સેફટીના મેસેજ દર્શાવતી પતંગનું વિતરણ
• આરટીઓ ખાતે આંખ તથા આરોગ્યની ચકાસણીનો કેમ્પ.
• શાળા અને કોલેજોમાં માર્ગ સલામતી બાબતે ચિત્ર, નિબંધ, વકૃત્વ સ્પર્ધા અને ક્વિઝનું આયોજન
• માર્ગ પરના દિશા સૂચક ચિન્હો બાબતે સમજ આપતા સેમિનાર
• મોટર ડ્રાઇવિંગ સ્કૂલના ટ્રેનરોને તેઓના એસોસિએશનના સહકારથી નિષ્ણાતો દ્વારા તાલીમ

ADVERTISEMENT

ADVERTISEMENT

દાહોદ 33મો માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી
દાહોદ RTO ઓફિસના પટાંગણમાં 33મા માર્ગ સલામતી સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ RTO ઓફિસ ખાતે આજે 33મા માર્ગ સલામતી સપ્તાહની દીપ પ્રાગટ્ય કરી દાહોદ RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા ભવ્ય ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે મંચ ઉપર દાહોદ ASP જદગીશ બાંગરવા, ARTO સી. ડી પટેલ, વી.એમ. પરમાર , ડી.એમ. ભટ્ટ કાર્યપાલક ઇજનેર અને DEO કાજલબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડી. ઈ. ઓ કાજલ દવે એ જણાવ્યું હતું કે, ટ્રાફિક અને ડ્રાઈવિંગ રિલેટેડ કે પ્રાથમિક જ્ઞાન છે તે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી મળે તેવું પ્રવધાન સરકાર દ્વારા કોઈ જોગવાઈ થાય તોય વધુ લાભદાયી નીવડે. ત્યારબાદ દાહોદ RTO ઓફિસથી દાહોદ ARTO સી. ડી. પટેલ અને ASP જગદીશ બાંગરવાએ રેલીને લીલી ઝંડી બતાવી અને રવાના કરી હતી. આ રેલીમાં ટ્રાફિક બ્રિગેડ, RTO સ્ટાફ તેમજ શહેરની જનતાના લોકો જોડાયા હતા. આ રેલી દાહોદ RTO ઓફિસથી સરદાર ચોક, ગાંધી ચોક, માણેક ચોક ભગિની સર્કલથી વિવેકાનંદ સર્કલથી ગોદી રોડ અને ચાકલિયા રોડ ગોવિંદનગરથી જૂના ઇન્દોર રોડથી પરત RTO ઓફિસે પહોંચી હતી અને રેલીનું સમાપન થયું હતું.
(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

    follow whatsapp

    ADVERTISEMENT